રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્ય સરકારે થૂંકેલું ચાટયું: બ્લોક કરી દીધેલા લાખો રાશનકાર્ડ ફરી શરૂ કર્યા

03:32 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેર જિલ્લા સહિત રાજ્યભરમાં ગરીબી રેખા નીચે જીવતાં લાખો પરિવારને સરકાર તરફથી મફતમાં મળતાં રાશનના નિયમમાં ઓચિંતાજ ફેરફાર કરી રેશનકાર્ડ ધરાવતાં પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશનકાર્ડ સાથે લીંકઅપ ન હોય તેવા રાશન કાર્ડ બ્લોક કરી દેતાં લાખો પરિવારોને સસ્તા અનાજનું રાશન મળતું બંધ થઈ ગયું હતું. આ બાબતે ભારે દેકારો બોલી જતાં અંતે રાજ્ય સરકારે થુંકેલું ચાટી બ્લોક કરી દીધેલા તમામ રાશનકાર્ડ ફરી શરૂ કરી દીધા છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં રેશનીંગ કાર્ડ ધરાવતાં ગરીબ પરિવારોના તમામ સભ્યોના આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લીંકઅપ ન હોય તેવા રાશન કાર્ડ ઓચિંતા જ બંધ કરી દીધા હતાં. રાજકોટ જિલ્લામાં 24000 અને સમગ્ર રાજ્યમાં 3 લાખથી વધુ રાશનકાર્ડ બ્લોક કરી દેતાં ગરીબોના મોંઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હતો.રાશનકાર્ડ ધરાવતાં પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડને રાશન કાર્ડ સાથે લીંકઅપ કરાવવા આદેશ આપ્યો હતો અને પરિવારનું એક સભ્યનું પણ આધારકાર્ડ રાશન કાર્ડ સાથે લીંકઅપ ન હોય તેવા તમામ રાશનકાર્ડ સરકારે બ્લોક કરી દીધા હતાં.

આ બાબતે ગઈકાલે જ રેશનીંગના વેપારીઓ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી બ્લોક કરી દીધેલા રાશનકાર્ડ ફરી શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાંથી આ મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર વિરૂધ્ધ ગરીબી રેખા નીચે જીવતાં પરિવારોમાં વિરોધ જોવા મળતાં સરકારે થુકેલું ચાટીને બ્લોક કરી દીધેલા લાખો રાશન કાર્ડ ફરી શરૂ કરી દીધા છે અને તમામ પરિવારોને રાશન આપવાની શરૂઆત કરી દીધી છે.અગાઉ પરિવારના એક સભ્યનું આધારકાર્ડ રાશન કાર્ડ સાથે લીંકઅપ હોય તેવા પરિવારને મફતમાં રાશન આપવામાં આવતું હતું. જે નિયમમાં સરકારે ફેરફાર કરી પરિવારના તમામ સભ્યોનું આધારકાર્ડ લીંકઅપ કરવા આદેશ કર્યો હતો. જે આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ફરી જુનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsration cardsState govt
Advertisement
Next Article
Advertisement