DAમાં વધારો નહીં થતા રાજ્ય સરકારના કર્મચારીઓ નારાજ
દિવાળી પહેલાં જાહેરાત કરવા મહામંડળની નાણામંત્રીને રજૂઆત
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ એટલે ધનતેરસ અને દિવાળીના તહેવાર પહેલા જ મોદી સરકારે દેશના કરોડો કર્મચારીઓને ભેટ માટેની ઉઅ અને એરિયર્સ અંગેની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના ઉઅના વધારો કરવા અંગે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહોર લગાવી છે.
જે અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા ઉઅનો વધારો તેમજ ત્રણ મહિનાનું એરિયર્સ પણ આપવાની જાહેરાત કરી છે. કર્મચારીઓને જુલાઈથી સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ જોડીને આપવા અંગેની પણ જાહેરાત થઈ છે.
ઉઅમાં વધારો જુલાઈ મહિનાથી લાગુ કરશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. એ જ રીતે દિવાળી નજીક આવતા રાજ્ય સરકારે પણ કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળીને અનુલક્ષીને પગાર અને પેન્શન ધારકોને એડવાન્સમાં પગાર ચૂકવવાની જાહેરાત કરી છે કે, જે અંતર્ગત 23થી 25 ઓક્ટોબર સુધી ચૂકવણું થઈ જાય તે પ્રકારની વાત છે.
પરંતુ કેન્દ્ર સરકારે જે પ્રકારે ઉઅ અને એરિયર્સની કોઈ જાહેરાત કરી છે. તે મુજબ રાજ્ય સરકારે ઉઅ કે એરિયર્સની જાહેરાત ના કરતા ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ પટેલને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો આપવા માગણી કરતાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ 50%થી વધારી 53% કરવાની માંગણી પણ કરવામાં આવી છે. અસહ્ય મોંઘવારી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગણી કર્મચારીઓ મંડળ દ્વારા કરવામાં આવી છે.
દિવાળી પર્વ નિમિતે રાજ્ય સરકાર મોંઘવારી અપાય તો કર્મચારીઓને રાહત મળે તે અંગે રજૂઆત પણ કરી છે. જોકે 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાત કરાઈ છે. આ પરિપત્ર પણ દિવાળી પહેલા થઈ જાય તો કર્મચારીઓની દિવાળી સુધરે તેમ રજૂઆત કરી છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર માફક રાજ્ય સરકાર ઉઅ અને એરિયર્સ વાત ક્યારે વધારો કરે છે તે તો જોવું રહ્યું. હાલ તો રાજ્ય કર્મચારી દ્વારા રજૂઆત કરી દિવાળી સુધરે તે પ્રકારની માંગ કરી રહ્યા છે.