For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રંગીલા રાજકોટમાં ધરોહર લોકમેળાનો પ્રારંભ

12:35 PM Aug 24, 2024 IST | Bhumika
રંગીલા રાજકોટમાં ધરોહર લોકમેળાનો પ્રારંભ
Advertisement

પાંચ દિવસમાં સૌરાષ્ટ્રભરમાંથી 12 લાખથી વધુ લોકો ઊમટી પડવાની ધારણા, વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સેફટીથી સજજડ વ્યવસ્થા

ભીડને પહોંચી વળવા જરૂર પડયે રાત્રે 11-30 વાગ્યા પછી એન્ટ્રી બંધ, રાત્રે 12 વાગ્યાથી સ્ટોલ બંધ કરાવી દેવાશે

Advertisement

ભીડને કાબૂમાં રાખવા અને સફાઇ માટે વિશેષ તકેદારી, પાંચ દિવસ વહીવટીતંત્ર રહેશે ખડેપગે

ડેપ્યુટી કલેકટરથી માંડી કારકુન સુધીના 125 કર્મચારીઓને રાઉન્ડ ધી કલોક ડયુટી ફાળવાઇ, ક્ધટ્રોલરૂમ ધમધમતો થયો

રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાતો લોકમેળો આજથી રાજયના કેબીનેટમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ વર્ષે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે લોકમેળામાં સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ એન્ટ્રી-એકિઝટ, સલામતી સહીતની બાબતોની વિશેષ તકેદારી રાખવામાં આવી છે.

સાથોસાથ ભીડને કાબુમાં રાખવા જરૂર પડે તો રાત્રે 11-30 વાગ્યા બાદ લોકમેળામાં એન્ટ્રી બંધ કરવા અને રાત્રે 12 વાગ્યા બાદ ધીરે ધીરે મેળો બંધ કરાવી ભીડને બહાર કાઢવા જિલ્લા કલેકટરે સુચના આપી છે.લોકમેળામાં સુરક્ષા ટ્રાફિક જાળવણી અને સફાઇ માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટર તંત્ર દ્વારા ઇમરજન્સી વ્યવસ્થાના ભાગ રૂપે એનડીઆરએફ તથા એસડીઆરએફની ટુકડીઓ પણ માંગવામાં આવી છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 12 લાખથી વધુ લોકો ઉમટી પડવાની ધારણા હોય જિલ્લા કલેકટર દ્વારા ડેપ્યુટી કલેકટરથી માંડી કારકુન સુધીના 125 કર્મચારીઓ- અધિકારીઓને રાઉન્ડ ધી કલોક ડયુટી ફાળવવામાં આવી છે અને ખાસ ક્ધટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે તા. 24 થી 28 ઓગસ્ટ, 2024 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 235 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. જે પૈકી રમકડાના 140 સ્ટોલ, ખાણીપીણીના 32 સ્ટોલ, મેન્યુઅલ રાઇડ 15, મોટી રાઇડસ (મીકેનીકલ) 31, પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવી રહયા છે. આઈસ્ક્રીમના 16 પ્લોટ, એક ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવ્યા છે.

ધરોહર લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.ધરોહર લોકમેળાના ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટના શ્રી વૃંદ દ્વારા અર્વાચીન ગરબો, રાજકોટના મેગીસ ક્રિએશન, ભાવનગરના બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડના હોલી-હુડો ગ્રુપ દ્વારા હુડો રાસ, પોરબંદર જિલ્લાના બોખીરા ગામના શ્રી ચામુંડા મહેર રાસ મંડળ દ્વારા ઢોલ-તલવાર રાસ, ગીરસોમનાથના ગેબી સરકાર ગ્રુપ દ્વારા આદિવાસી ધમાલ નૃત્ય, રાજકોટના લોકગાયકશ્રી દિવ્યેશભાઈ જેઠવા દ્વારા ડાયરાની પ્રસ્તુતિ કરાશે.

સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ ર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂૂ કરવાની મંજુરી અપાશે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.

ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે.ગત વર્ષના રોજના 100 પ્રાઇવેટ સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે.

મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખ રાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા કરાયા હતા.

પોલીસ-જછઙની સુરક્ષા, 14 વોચ ટાવર, 10 કરોડનો વીમો
આ વર્ષનો ધરોહર મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. લોકમેળામાં વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ છે. કુદરતી આફતોમાં પણ વિમા કવચ મળશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. જનતાની સુરક્ષા માટે 14 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે લોકમેળાનો રૂૂ. 10 કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે. સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement