રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટવાસીઓ પરનો 150 કરોડનો કરબોજ ફગાવતી સ્ટેન્ડિંગ

12:57 PM Feb 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મિલકતવેરા-ગાર્બેજ કલેક્શનના વેરા વધારવા તેમજ ફાયર ટેકસ લાદવાની દરખાસ્ત રદ

Advertisement

આવક ઊભી કરવા રૂા.55.92 કરોડની નવી 20 યોજનાઓનો ઉમેરો કરાયો

મહાનગરપાલિકાનું રૂા.3118.07 કરોડનું કરબોજ વિહોણું બજેટ જનરલ બોર્ડને મોકલાયું

મહાનગરપાલિકાનું રૂા. 3112.28 કરોડનું સુચિત બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ જેનો સ્ટેન્ડીંગ કમિટીમાં અભ્યાસ કર્યા બાદ કમિશનર દ્વારા સુચવવામાં આવેલા અલગ અલગ પ્રકારના 150 કરોડના કરબોજને ફગાવી સ્થાયી સમિતિએ આજે નવી 20 યોજના સાથેનું રૂા. 3118.07 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કર્યુ હતું. તેમજ આવક વધારવા રૂા. 95.92 કરોડની નવીયોજનાનો ઉમેરો કરી કમિશનરે સુચવેલ બજેટના કદમાં રૂા. 6 કરોડનો વધારો કર્યો છે. આજે બજેટ મંજુર કરવામાં આવ્યું છે જે આગામી સપ્તાહે બજેટ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા. 31ના રોજ રૂા. 3112.28 કરોડનું સુચિત બજેટ સ્ટેન્ડીંગ કમિટિને સુપ્રત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક સપ્તાહ સુધી બજેટનો અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડીંગ કમિટિએ ફાઈનલ બજેટને મંજુરીની મહોર મારી હતી. સુચિત બજેટમાં મિલ્કતવેરા, વાહનવેરા તેમજ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન તથા એનવાયરમેન્ટ ચાર્જ અને વધારાનો ફાયર ટેક્સની જોગવાઈ કરી રૂા. 150 કરોડનો કરબોજ પ્રજાજનો ઉપર લાદવામાં આવ્યો હતો.

સ્થાયી સમિતિએ બજેટના દરેક પાસા અંગે ચર્ચા કરી પ્રજા ઉપર લાદવામાં આવેલ ભારણ રદ કરવામાં આવ્યુ હતું. આજે કમિશનરે રજૂ કરેલા રૂા. 3112.28 કરોડના બજેટના કદમાં રૂા. 6 કરોડનો વધારો કરી સ્થાયી સમિતિએ કુલ રૂા. 3118.07 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કર્યુ હતું.

કમિશનર દ્વારા મહેસુલ ખર્ચને પહોંચી વળવા માટે મિલ્કતવેરા સહિતના વેરામાં રૂા. 150 કરોડનો કરબોજ સુચવેલ હતો. જેનો સ્થાયી સમિતિ દ્વારા ગહન વિચાર વિમન્સ કરી શહેરીજનો પર વધારાનો એક પણ રૂપિયાના કરબોજ નાખવાના બદલે મહાપાલિકામાં હાલના આવકના સ્ત્રોતને વધુ મજબુત કરવા તેમજ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા તથા મુડી અને મહેસુલી ખર્ચમાં જરૂરી કાપ મુકવો વગેરે મુદ્દાને ધ્યાનમાં લઈ કમિશનરે સુચવેલા નવા કરબોજ તેમજ ચાલુ કરબોજમાં વધારા અંગેની તમામ દરખાસ્તો ફગાવવામાં આવીહ તી. અને બજેટના કદમાં રૂા. 6 કરોડનો વધારો કરી રૂા. 55.92 કરોડની નવી 20 યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ જુદા જુદા મહેસુલી ખર્ચમાં કરકસરના ભાગરૂપે જરૂરી કાપ મુકી રૂા. 3118.07 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

અગાઉ રજૂ કરેલા રાજકોટ મહાનનગરપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા એનવાયરમેન્ટ ચાર્જ ઉપરાંત હયાત પાણી ેવેરામાં પણ બમણાથી વધારે વધારો સુચવાયો હતો પરંતુ સ્ટેન્ડિીંગ કમિટીમાં આ તમામ વધારા ફગાવી દેતાં રાજકોટવાસીઓને મોટી રાહત મળી છે. આ ઉપરાંત વધારાના 150 કરોડના કરબોજની જગ્યાએ 55 કરોડના નવા 20 કામો ઉમેરવામાં આવ્યા છે.

આવકના નવા સ્ત્રોત
સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટીંગ પોલ ઉપર જાહેરાત અને એલ.ઈ.ડી. સ્કીન/કિઓસ્ક માટેના હક્કો આપવા :- સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલ તમામ રોડ પર આવેલ લાઈટીંગ પોલ ઉપર જાહેરાત માટેના હક્કો આપી, નવી આવક ઊભી કરવામાં આવશે. સ્માર્ટ સિટી વિસ્તારમાં એલ.ઈ.ડી. સ્ક્રીન/ કિઓસ્ક દ્વારા જાહેરાત માટેના હક્કો આપી, નવી આવક ઊભી કરવામાં આવશે. (અંદાજિત આવક 3 કરોડ) માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવું :- રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષ સંકુલમાં આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને અદ્યતન બનાવવાનું કામ હાલ ગતિમાં છે. આ સ્ટેડિયમમાં રમત-ગમત ટુર્નામેન્ટ યોજવા ઉપરાંત લગ્ન

સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં ઉમેરેલી નવી યોજનાઓ
- સ્કાય વોક/ફૂટ ઓવરબ્રિજ (ત્રિકોણબાગ, આત્મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્ના પાર્ક હોટલ, ગોંડલ રોડ ચોકડી પાસે)
- શહેરમાં નવા અને મોડેલ એન્ટ્રી ગેઈટ(પ્રવેશદ્વાર) બનાવવા (કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ, માધાપર ચોક, એસ.આર.પી. કેમ્પ પાસે, બેડી ચોકડી પાસે, ભાવનગર રોડ, વગેરે)
- થીમ બેઝડ ઑક્સિજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટ(કાલાવડ રોડ પર, અવધ રોડ પાસે)
- 3-નવી શાક માર્કેટ (સે.ઝોન-રેલનગર)(વે.ઝોન-લક્ષ્મીનગર) (ઇ. ઝોન-વોર્ડ નં.4 રસેટેલાઈટ ચોક પાસે)
- ર - શાક માર્કેટનું નવીનીકરણ (સેન્ટ્રલ ઝોન-જ્યુબીલી શાક માર્કેટ)(ઈસ્ટ ઝોન-કનકનગર શાક માર્કેટ)
- શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્યુટીફીકેશન
- વોર્ડ નં.04માં ભગવતીપરામાં નવી હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં રમતગમતની સુવિધા
- વોર્ડ નં.04માં બાકી રહેતા ટી.પી.રોડ પર ડ્રેનેજનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ
- વોર્ડ નં.15માં અમુલ સર્કલથી નેશનલ હાઇવે સુધીના 80 ફૂટ રોડનુ ડેવલપમેન્ટ
- સૌપ્રથમ વખત પશુ દવાખાનું
- કેન્સરને કરીએ કેન્સલ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓની વિદ્યાર્થીનીઓને સર્વાઈકલ કેન્સરની વેકસીન વિનામૂલ્યે મેમોગ્રાફી મશીન
- મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમન મિલકતધારકના નામે 1 વૃક્ષનું વાવેતર.
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે 1 વૃક્ષનું વાવેતર.
- વોર્ડ નં.12માં ટી.પી.21માં બગીચા હેતુના અનામત પ્લોટ નં.39માં નવો બગીચો
- રેસકોર્ષ રિંગ રોડ પર કાયમી સુશોભન માટે કઊઉ ડેકોરેટિવ લાઈટીંગ
- રેસકોર્ષ સંકૂલમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ
- લાખાજીરાજ શાકમાર્કેટ(ધર્મેન્દ્ર રોડ)માં ફૂટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન
- વોર્ડ 03 માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ
- વોર્ડ 14માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે નવો કોમ્યુનિટી હોલ
- હેરીટેજ સિટી બ્યુટીફીકેશન(આશરે 100 વર્ષ જુના એક રોડનું ડેવલપમેન્ટ)

Tags :
budgetgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement