સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી તો બે વર્ષ સુધી જેલની સજા
ગુજરાત વિધાનસભામાં ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના 200 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી.
કલમ 62- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે 500 રૂૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને 5 હજાર રૂૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ 62-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ 1 હજાર રૂૂપિયાનો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો 2 હજાર રૂૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આઘાતજનક બાબત તો એ છે કે, જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે. કલમ 34 હેઠળ કરવા પાત્ર દંડ અત્યારની તુલનાએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે.
મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર 200 રૂૂપિયાના સ્ટેમ્પ લખી આપીને અન્ય ડ્યૂટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી આપવાની બજેટમાં જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જોકે, એકબાજુ આ જોગવાઈથી ભાજપ સરકારે જનતાને ખુશ કરી દીધી, તો બીજી બાજુ થનારી દરેક ચૂક માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી છે. આ જ રીતે આર્ટિકલ 36માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે 500 થી 1000 રૂૂપિયાનો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને 5 હજાર રૂૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી દીધી છે. નોંધનીય છે કે, કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં નહીં આવે. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહીં.
ભાડાં કરારથી અપાતી મિલકતના ખર્ચમાં વધારો થશે
ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 39 દિવસના ભાડાં કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે 500 રૂૂપિયાનો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે 1000 રૂૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવી હોય તો તેને માટે 10 હજાર રૂૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સરકારે ડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહીં, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા બિલના માધ્યમથી લાવવામાં આવી છે.