35.88 કરોડની જમીનના સોદામાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી
રાજકોટની બે પેઢીના ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટમાં બહાર આવેલી વિસંગતતા, રૂા.1.5 કરોડ ભરવા નોટિસ
રાજકોટ શહેરમાં નોંધાયેલા એક જમીન સોદામાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી હોવાની આશંકાને પગલે સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા આ અંગેનીવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નોટિસ પણ પાઠવવામાં આવી છે. ભરવામાં નહીં આવી હોય તો છ ગણો દંડ ફટકારવામાં આવશે અને જેમની કિંમત 1.5 કરોડથી પણ વધુ થવા જાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ઝોન-1માં દ.અ.નં.3520 તા. 15/4/2023ના રોજ એક દસ્તાવેજ નોંધાયો હતો. આ દસ્તાવેજની મૃત્યુ તારીખ 14/4/2023 છે. આ દસ્તાવેજ રાજકોટ તાલુકાના રાજકોટ શહેરના વોર્ડ નં. 9 માં આવેલી સીટી સર્વે નં. 1868ની જમીન કે જેનું ક્ષેત્રફળ ચો.મી. 35,048.48 છે, તેમાંથી ચો.મી. 12,459.15 ના વેચાણ અંગેનો છે.
આ દસ્તાવેજ અંગેની કાર્યવાહીમાં કચેરી દ્વારા (1) બેકકોન એન્ટરપ્રાઈઝ લી. (જેમણે પાછળથી તેમનું નામ આયર્ન ટ્રાય એંગલ લી. કર્યું છે) અને (2) મે. બેકબોન એન્ટરપ્રાઈઝ લી. અને નીવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. વચ્ચે તા. 2/1/2008ના રોજ થયેલા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટના રેકર્ડની ખરી નકલો સાથે તા. 6/2/2025ના રોજ રજૂઆત કરવા નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના અનુસંધાનમાં નીવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકૃત ડિરેક્ટર ગિરીજા પ્રકાશભાઈ મંગતાણી દ્વારા વેચાણ દસ્તાવેજ, આર્બિટ્રેશનના હુકમની નકલ, કોલોબ્રેશન એગ્રીમેન્ટની નકલ અને બેકબોન એન્ટરપ્રાઈઝ દ્વારા કંપનીનું નામ બદલવા અંગેના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં નોંધણીના પ્રમાણપત્રની નકલ રજૂ કરવામાં આવી છે.
રેકર્ડની તપાસમાં જાણવા મળ્યું છે કે નીવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. (ડેવલોપર્સ) અને બેકબોન એન્ટર પ્રાઈઝ લી. (જમીન માલિક) વચ્ચે તા. 2/1/2008ના રોજ રૂૂ. 100/-ના સ્ટેમ્પ પેપર પર ડેવલપ એગ્રીમેન્ટ થયો હતો. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નં. 9 માં આવેલી સીટી સર્વે નં. 1868ની જમીન ચો.મી. 35,048.16 નો વિકાસ કરવાનો ઉલ્લેખ છે. તે સમયના સરકારી ભાવ રૂૂ. 10237.5/- પ્રતિ ચો.મી. મુજબ આ જમીનની અંદાજિત કિંમત રૂૂ. 35,88,05,538/- થાય છે અને તેના પર નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી રૂૂ. 35,88,056/- ભરવાપાત્ર બને છે. જો કે, માત્ર રૂૂ. 100/-ની સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી હોવાથી આશરે રૂૂ. 35,87,956/- ની કમી જણાય છે.
આથી, સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 39 (1)(ખ) હેઠળ આ કમી સ્ટેમ્પ ડ્યુટી અને તેના પર લાગતો દંડ શા માટે વસૂલ ન કરવો તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ માટે તા. 21/05/2025 ના રોજ સવારે 12:30 કલાકે લેખિત પુરાવા સાથે કચેરીમાં હાજર રહી રજૂઆત કરવા જણાવવામાં આવ્યું છે. જો નિયત સમયમાં રજૂઆત કરવામાં નહીં આવે તો વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે તમામ પક્ષકારોને બંધનકર્તા રહેશે.