લોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભ
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને રાજકોટમાં યોજાતા લોકમેળાની કામગીરી આખરે શરૂૂ કરી દેવામાં આવી છે. અનેકવાર વિવાદો અને અનિશ્ચિતતાઓનો સામનો કર્યા બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મેળાના સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાનને સમતલ કરવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
જોકે મેળાની કામગીરી શરૂૂ થઈ હોવા છતાં, લોકમેળા સમિતિ માટે એક નવી ચિંતા ઊભી થઈ છે. સમિતિ દ્વારા બાકી રહેલા સ્ટોલ માટે ફોર્મ ભરવાની મુદત બે દિવસ માટે લંબાવવામાં આવી હતી. પરંતુ, આ બે દિવસમાં માત્ર 21 જેટલા જ ફોર્મ જમા થયા છે. આથી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે, કારણ કે મેળામાં હજી પણ મોટાભાગના સ્ટોલ ખાલી છે.
મહત્વનું છે કે રાજકોટના લોકમેળામાં કુલ 238 જેટલા સ્ટોલ ઉપલબ્ધ છે, જેની સામે અત્યાર સુધીમાં માત્ર 164 ફોર્મ જ જમા થયા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે મેળાના આયોજનમાં રસ ધરાવતા લોકોની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી છે