ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સ્ટે. ચેરમેને પોલીસ વિભાગ સામે દંડો ઉગામ્યો

05:27 PM May 29, 2025 IST | Bhumika
Advertisement

મહાનગરપાલિકા દ્વારા મિલ્કતવેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જેને ખુબ સારો પ્રતિસાદ સાપડી રહ્યો છે પરંતુ બે લાખથી વધુ બકીદારો વર્ષોથી વેરો ભરતા ન હોય તેમની વિરુદ્ધ સિલિંગ અને જપ્તી સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ સરકારી કચેરીઓ પાસે કરોડો રૂપિયાનું લેણું હોવા છતાં કોઈ જવાબદાર સરખો જવાબ ન આપતા હોય સામાન્ય માણસની મિલ્કત સીલ કરવામાં આવે છે તો સરકારી મિલ્કતો વિરુદ્ધ પગલા કેમ ન ભરવા તેમ જણાવી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે પોલીસ વિભાગની તમામ કચેરીનો રૂપિયા 12 કરોડથી વધુનો વેરો ઝડપથી વસુલવા આકરી કાર્યવાહી કરવાના આદેસ જારી કર્યા છે.

Advertisement

સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, મનપાની મુખ્ય આવક મિલ્કતવેરામાંથી ઉપલબ્ધ થઈ રહી છે. અડધા રાજકોટના આસામીઓ પ્રમાણીક કરદાતાઓ તરીકે એડવાન્સ વેરો ભરપાઈ કરે છે. જ્યારે બાકીના મિલ્કતધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એક મકાનનો વેરો બાકી હોય તો પણ તેને સીલીંગ અને જપ્તી હેઠળ આવરી લેવામાં આવે છે. ત્યારે સરકારી કચેરીઓના કરોડો રૂપિયા બાકી કેવી રીતે ચલાવી લેવાય જેમાં અન્ય સરકારી વિભાગો દ્વારા ગ્રાન્ટ મુજબ વેરો ભરપાઈ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રૂરલ તેમજ શહેર પોલીસ વિભાગ દ્વારા તેમની લગ અલગ કચેરીઓનો મિલ્કત વેરો એટલે કે મનપા દ્વારા વસુલવામાં આવતો સર્વિસ ચાર્જ ચુકવવામાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. નોટીસ આપવામાં આવે ત્યારે આપીદેશું તેવો એક જ જવાબ રસાંભળવા મળી રહ્યો છે. સરકારી કચેરીની માલીકી કોઈ અધિકારીની ન હોવાના કારણે તેમજ આ પ્રોપર્ટી પબ્લીક હોવાના કારણે સીલ થઈ શકતી નથી તેવી જ રીતે મોટાભાગની સરકાર કચેરીઓને મિલ્કત વેરો ભરવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.

ત્યારે પોલીસ વિભાગ દ્વારા સરકાર પાસે મિલ્કત વેરાની ગ્રાન્ટ માંગવામાં આવતી ન હોય કે ગમે તે કારણોસર બાર કરોડથી વદુનો મિલ્કત વેરો ચડત થઈ ગયેલ છે. જે વસુલવા માટે વેરાવિભાગને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. તેમજ આખરી નોટીસ આપી જો મિલ્કતવેરો ઓભરપાઈ ન થાય તો નિયમ મુજબના પગલે લાવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

Tags :
gujarat newspolicerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement