ધો. 12ની છાત્રા ક્રિશા થાનકીનો "એમ્બ્રેસ ધ વર્લ્ડ વિથ લવ” કાવ્યસંગ્રહ થયો પ્રકાશિત
રાજકોટની જીનિયસ સ્કૂલની ધોરણ 12માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની ક્રિશા થાનકીએ તાજેતરમાં એમ્બ્રોસ ધ વર્લ્ડ વિથ લવ પુસ્તકમાં તેનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો છે. 17 વર્ષની નાની વયમાં હદય સ્પર્શી ભાવોને રજૂ કરતા કાવ્યો દ્વયારા તેણીએ કાવ્યની દુનિયાના પ્રથમ પગરવ કર્યો હોવાથી શાળા પરિવારમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
આ પુસ્તકની રચના પાછળની પ્રેરણા અંગે વધુ માહિતી આપતા ક્રિશા થાનકી જણાવે છે કે આ પુસ્તક લખવાની પ્રેરણા તેને વિતેલા જીવનના અનુભવોમાંથી મળી છે કેટલીકવાર મુશ્કેલ ક્ષણો વ્યક્તિને જીવનના વિવિધ પાસાઓ અને સાચા અર્થનો અહેસાસ કરાવે છે. આ અનુભવોને સાહિત્ય સાથે જોડીને તેણીએ 2 મહિનાની અવધીમાં 16 જેટલા કાવ્યનો સંગ્રહ વિશ્ર્વમાં પ્રેમ ફેલાવવા માટે પુસ્તક દ્વારા પ્રકાશી કાર્યો છે. આ પુસ્તક ઙજ્ઞયિિું ઠજ્ઞહિમ.જ્ઞલિ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. રોબર્ટ ફ્રોસ્ટ, રવિન્દ્ર નાથ ટાગોર, કમલદાસ જેવા મહાન લેખકો તેણીની પ્રેરણા છે. નાની વયમાં મોટી સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ ક્રિશા થાનકીને સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સીઈઓ ડિમ્પલબેન મહેતા સહિત જીનિયસ ગ્રુપ શાળા પરિવાર અભિનંદન પાઠવી તેણીને ઉજ્જવળ સાહિત્યીક સફલ માટે શુભકામના પાઠવી છે.