For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાની શાળામાં વિદ્યાર્થીઓએ માણ્યો નવરાત્રિ પર્વ

03:29 PM Oct 05, 2024 IST | Bhumika
ખંભાળિયાની શાળામાં વિદ્યાર્થીઓએ માણ્યો નવરાત્રિ પર્વ
Advertisement

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તાર રામનગર ખાતે આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે આજરોજ નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આકર્ષક પહેરવેશ સાથે તૈયાર થયેલા નાના ભૂલકાઓ તેમજ રાધિકા બનેલી બાળાઓ સાથે શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે પ્રાચીન રાસ ગરબાની મોજ માણી, શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ નવરાત્રી પર્વની ભાવભરી રીતે ઉજવણી કરી હતી. આ સમગ્ર આયોજન વિદ્યાર્થીઓમાં આકર્ષણરૂપ બની રહ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement