For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવરાત્રી મેળા માટે એસટીની 285 બસો દોડાવાશે

12:40 PM Mar 02, 2024 IST | Bhumika
શિવરાત્રી મેળા માટે એસટીની 285 બસો દોડાવાશે
  • જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી 75 મિનિ બસ દોડશે, નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું પ્રસિદ્ધ
  • અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે

શહેરના ભવનાથ તળેટીમાં દરવર્ષે યોજાતા શિવરાત્રીના મેળાને હવે ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સૌ પ્રથમ વાર ચછ કોડની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.

Advertisement

શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં આવશે. જ્યારે 75 જેટલી મીની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય બસો અમરેલી, ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત આસપાસના શહેરોમાંથી દોડાવવામાં આવશે. શિવરાત્રિના મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એસટી બસના પ્રવાસીઓની સંખ્યા 40 ટકા વધી શકે છે.

ગુજરાત એસટી નિગમ સૂત્રોએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે, જેમાં કુલ 285 જેટલી એસટી બસો મૂકવામાં આવશે. રાજકોટ અમરેલી, સુરત, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના આસપાસના શહેરોમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવશે. અમદાવાદથી પણ જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે. જુનાગઢના ભવનાથ તળેટીમાં તારીખ 5 માર્ચ થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સૌ પ્રથમ વાર ચછ કોડની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે. લોકોએ પોતાના મોબાઈલમાં ચછ કોડ સ્કેન કરી મેળાના તમામ રૂૂટની માહિતી મેળવી શકશે. અને શહેરના બતાવેલા રસ્તાઓ પરથી શિવરાત્રી મેળાના બતાવેલા રૂૂટ પર જઇ શકશે. શિવરાત્રી મેળામાં આવતા ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સૌપ્રથમ વાર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રાજકોટ તરફથી આવતા ભાવિકો મજેવડી દરવાજા મેડિકલ કોલેજ તરફથી આવશે. ત્યાં ભરડાવાવ પહોંચતા પહેલાં ત્રણ પાર્કિંગ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. તેમજ કાળવા તરફના રસ્તે જતા ફાયર એમ્બ્યુલન્સ દાતાર રોડ પર બે પાર્કિંગ પોઇન્ટની સુવિધા આપવામાં આવી છે. તેમજ ભવનાથ આશ્રમો, મુખ્ય મંદિર, સુવિધા કેન્દ્રના રસ્તાઓ બતાવવામાં આવે છે.

Advertisement

ભવનાથ તળેટીમાં નોનવેજ બનતા સાધુસંતોમાં રોષ
ભવનાથ તળેટીમાં નોનવેજ બની રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. નોનવેજ બનાવવામાં આવતું હોવાના વીડિયોથી શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કેટલાક શખ્સો દ્વારા માંસાહાર રાંધવામાં આવતો હોય તેવો આ વીડિયો છે. થોડા સમય પૂર્વે જ ભવનાથને વેજ-ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. આ મુદ્દે સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કેટલાક સાધુઓએ આ બનાવને વખોડી કાઢ્યો છે અને કસૂરવારો સામે કાર્યવાહીની માગણી પણ ઉઠાવી છે. સાધુ સંતોનુ કહેવુ છે કે,અગાઉ પણ કેટલાક વ્યકિતઓ દ્રારા નોનવેજ બનાવવામાં આવતું હતુ,તો તંત્ર ને આ બાબતે લેખિતમાં આવેદનપત્ર આપીને પણ જાણ કરી છે,પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી,તો સાધુ સંતોની એ પણ માંગ છે કે,જે લોકો નોનવેજ બનાવે છે તેમને કાયમ માટે ભવનાથ તળેટીથી દૂર કરવામાં આવે,જો તંત્ર દ્રારા આગળના દિવસોમાં કોઈ પગલા ભરવમાં નહી આવે તો સાધુ સંતો ઉગ્ર વિરોધ કરી શકે છે.

નો પાર્કિર્ંગ ઝોન જાહેર
મહાશિવરાત્રીના મેળા દરમિયાન દામોદર કુંડ પાસે દર્શનાર્થીઓની ખૂબ ભીડ રહેતી હોય, જેથી અકસ્માત નિવારણ અને ટ્રાફિક નિયમનના હેતુસર પાજનાકા પુલથી ખાખચોક સુધીના રસ્તામાં વચ્ચે કોઈપણ જગ્યાએ વાહનો ઊભા ન રહે કે આ સ્થળોએથી પેસેન્જર રીક્ષા પેસેન્જર ચડાવ કે ઉતાર ન કરે તે માટે પાજ નાકા પુલથી ખાખચોક સુધીનો રસ્તો વાહનો માટેએક જાહેરનામું પ્રસિદ્ધ કરીને નો-પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચૌધરીને મળેલ સત્તાની રૂૂએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામા મુજબ તા.5-3-2024 થી તા.9-3-24 સુધી પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. આ રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખી શકાશે નહીં કે પેસેન્જર રીક્ષા /વાહનો પેસેન્જર ચડાવ કે ઉતાર કરી શકશે નહીં.

15-20 વર્ષ પછી ગિરનાર જોવા નહીં મળે, આ બધા લૂંટારા વેચી મારશે : મહેશગીરી
સાધુના વેશમાં 50થી 60 ગુંડાઓ એ મહાદેવગીરી બાપુના આશ્રમે પહોંચ્યા અને ધમકી આપી, અહીં આવીને દાદાગીરી કરે એ નહીં ચાલે. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં બીનહિન્દુના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવાની માગણી સાથે શરૂૂ થયેલી લડાઈ માટે આગામી તા. 3 માર્ચના રોજ મહારેલીનુ રેલીનું આયોજન કરાયું છે, તેમાં તમામ જ્ઞાતિનો સહયોગ મળે અને આ લડત સફળ થાય તે માટે દામોદરકુંડ ખાતે શુક્રવારે બેઠક મળી હતી. જેમાં સંખ્યાબંધ સાધુસંતો ઉપરાંત જૂનાગઢમાંથી પણ વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જે પણ થયું એ ગિરનારી મહારાજની કૃપા હતી તો જ અમે આ લડાઈને વધુ મજબૂત બનાવવા મક્કમ બન્યા. કારણ કે બહારથી આવતા સાધુને તો 4 દિવસ આવવું છે, અહીંના સાધુઓને 365 દિવસ અહીં રહેવાનું છે, તો આ તમારો કચરો અમે શું કામ સાફ કરીએ ? આપણે જાગવું પડશે, નહિ તો આવનારા 15 કે 20 વર્ષમાં આ લૂંટારાઓ ગિરનારને પણ વેચી મારશે. વધુ કંઈ કહેવું નથી પણ આગામી આયોજન અને આપણી લડતમાં કેટલી જ્ઞાતિઓ સહમત છે તેનું સમર્થન લેવા માગીએ છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement