ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રક્ષાબંધન-જન્માષ્ટમીમાં એસ.ટી. દ્વારા 1000થી વધુ વધારાની બસો દોડાવાશે

05:10 PM Jul 22, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ ડિવિઝન 150થી વધુ બસો દોડાવશે: ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાં સૌથી વધુ સંચાલન કરાશે: 8 ઓગસ્ટથી એકસ્ટ્રા ટ્રીપનો પ્રારંભ

Advertisement

શ્રાવણ મહિનાના આગમન સાથે જ તહેવારોની મોસમ પણ શરૂૂ થશે. જેમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો મહત્વના છે. સૌરાષ્ટ્રમાં તો જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. શહેરોમાં રહેતા લોકો જન્માષ્ટમીના તહેવારોમાં પોતાના માદરે વતન જતા હોય છે. તેમજ રક્ષા બંધનના પર્વ પર બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધવા માટે જતી હોય છે. આથી બન્ને તહેવારો પર વધતા જતા પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો શરૂૂ થઈ રહ્યા છે, ત્યારે આ તહેવારોમાં ગુજરાત-સૌરાષ્ટ્રનાં લોકો વિવિધ સ્થળોએ તહેવારોની રજા માણવા ઉમટી પડશે અને ખાસ કરીને આ તહેવારોમાં એસ.ટી. અને ખાનગી બસોમાં ચિકકાર ગિર્દી જામશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસ.ટી. તંત્ર દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો અનુસંધાને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાંથી તા.8 ઓગષ્ટથી એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂૂ કરાશે.

એસ.ટી. નિગમનાં સૂત્રોના કહેવા મુજબ ચાલુ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા જુદા-જુદા રૂૂટો ઉપર 1000થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે. જેમાં, રાજકોટથી પણ 150થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે. સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ, અમદાવાદ, દિવ, અંબાજી, ભાવનગર, જામનગર, મોરબી, અમરેલી સહિતનાં વિવિધ રૂૂટો ઉપર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગત વર્ષે રાજયભરમાંથી એસ.ટી. તંત્રએ 6 હજાર એકસ્ટ્રા ટ્રીપો દોડાવી હતી જેનો 3.15 લાખ મુસાફરોએ લાભ લીધો હતો અને ગત વર્ષે એકસ્ટ્રા સંચાલન થકી નિગમને રૂૂા.3.14 કરોડની આવક થઈ હતી.

જયારે, ચાલુ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો દરમિયાન એસ.ટી. દ્વારા 6500 એકસ્ટ્રા ટ્રીપો જુદા-જુદા રૂૂટો ઉપર દોડાવવામાં આવશે. અને એક હજારથી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે એકસ્ટ્રા સંચાલન થકી એસ.ટી. નિગમે રૂૂા.3.50 કરોડની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને 3.25 લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરશે.

રાજયભરનાં 16 ડિવિઝનો દ્વારા પણ તહેવારોમાં જરૂૂરિયાત મુજબ એકસ્ટ્રા સંચાલન હાથ ધરશે. તહેવારોનું એકસ્ટ્રા સંચાલન તા.8 ઓગષ્ટથી શરૂૂ થશે અને જન્માષ્ટમીનાં તહેવારો સુધી ચાલશે. દરેક ડિવિઝનનાં અધિકારીઓને સ્થાનિક કક્ષાનું એકસ્ટ્રા આયોજન તૈયાર કરી લેવા અને તહેવારોમાં જે રૂૂટ ઉપર વધુ રસ હોય ત્યાં વધારાની બસો પણ મુકવા સૂચના આપી દેવાઈ છે. ચાલુ વર્ષ 2025માં આગામી સમયમા આવતા રક્ષાબંધનના તથા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે 6500 જેટલી ટ્રીપો એકસ્ટ્રા સંચાલીત કરવાનું આયોજન કર્યુ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRaksha Bandhan-JanmashtamiST bus
Advertisement
Next Article
Advertisement