એસ.ટી. વર્કશોપ પાછળ મકાનનું છજુ તૂટી પડતા અફરાતફરી: ચારને ઇજા
જામનગરમાં કાલાવડ રોડ પર એસ ટી વર્કશોપ પાસે આજે એક મકાનનું છજુ તુટીને દુકાન ઉપર પડયુ હતું, આથી ચાર વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવા આવ્યા હતા. જોકે ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકોએજ મદદ કરી હતી, અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.જ્યારે મહાનગપાલિકા ની એસ્ટેટ શાખાને આ બનાવની જાણ કરવામાં આવી ન હતી. તમામ કામગીરી પૂર્ણ થયા પછી ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામા આવી હતી.
જામનગર શહેર માં કાલાવડ રોડ પર એસટી વર્કશોપ નજીક વિસ્તારમાં આવેલી જય ગુરુદત્ત સોસાયટીમાં આજે બપોરે વરસાદના ઝાપટા દરમિયાન એક મકાનના છજા નો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો અને મકાન ની નીચી નાં ભાગ મા આવેલ દુકાન ઉપર પડતો હતો. આ સમયે દુકાન પાસે ઉભેલા કારાભાઈ મનજીભાઈ પરમાર (54),પરસોતમભાઈ મુકેશભાઈ પરમાર (32), રવિભાઈ દિલીપભાઈ સોઢા (37) અને એક સગીર વય ના એક બાળક ને ઈજા પહોંચતાં ચારેય ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે ત્રણને સામાન્ય પ્રકારની ઈજા થઈ હતી, જ્યારે એક ને કમરના ભાગે વધુ ઇજા પહોંચી હતી.
આ બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને છજાનો કાટમાળ ખસેડી ને ચારેય ને સારવાર માંટે ખસેડ્યા હતા. આ બનાવ અંગે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ને કોઈ જાણ કરવા માં આવી ન હતી.