For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ST નિગમની હાલત કથડી, સરકારને 4123.57 કરોડ ચૂકવવાના બાકી

12:41 PM Feb 09, 2024 IST | Bhumika
st નિગમની હાલત કથડી  સરકારને 4123 57 કરોડ ચૂકવવાના બાકી

સલામત સવારી, સરકાર માટે ‘જોખમી’ સવારી

Advertisement

એસટી નિગમે રાજ્ય સરકારને ડિસેમ્બર-2023ની સ્થિતિએ 4123.57 કરોડ રૂૂપિયાની રકમ ચૂકવવાની બાકી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે. છેલ્લા 18 વર્ષથી એસટી નિગમ પાસે બાકી લોનની રકમ લેવાની નીકળે છે. તે ઉપરાંત બાકી મોટર વ્હિકલ ટેક્સ લોનની રકમ એપ્રિલ-2021 અને પેસેન્જર ટેક્સની રકમ 2017થી ચૂકવવાની બાકી છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રાજ્ય સરકારને એસટી નિગમ પાસેથી 3770 કરોડ રૂૂપિયાની રકમ લેવાની નીકળતી હતી તેમાંથી કેટલી રકમ ચૂકવાઇ તેવો સવાલ પૂછાયો હતો. તેનો જવાબ આપતા વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે, 2021ની સ્થિતિએ એસટી નિગમ પાસેથી 3770 કરોડ લેવાના નીકળતા હતા. 2023ની સ્થિતિએ 137.43 કરોડની રકમ મેળવાઇ છે. તેમાં બાકી પેસેન્જર ટેક્સની રકમ 97.87 કરોડ અને બાકી મોટર વ્હિકલ ટેક્સની રકમ 39.56 કરોડનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિએ એસટી નિગમ પાસેથી કુલ 4123.57 કરોડ રૂૂપિયા સરકારે લેવાના થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement