રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એસ.ટી. બસમાં ચૂંટણી પ્રચાર, કોંગ્રેસની ફરિયાદ

04:50 PM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, મહિલા સામાજિક અગ્રણી સરલાબેન પાટડીયા, નિશા સોલંકી, પ્રફુલાબેન ચૌહાણ, જસુબા વાંક ની સંયુક્ત યાદી જણાવે છે કે આગામી લોકસભા 2024 ની તારીખ - 7/5/2024 ના ચૂંટણી હોય ચૂંટણી જાહેર થતા ની સાથે જ આચાર સંહિતા લાગુ પડી જાય છે. જે પગલે સરકારના તમામ વિભાગો દ્વારા સરકારી કચેરીઓમાં કોઈપણ રાજકીય મહાનુભાવો ની તસ્વીર કે કોઈપણ પક્ષનો પ્રચાર કરી શકાય નહીં જે બાબતથી તમામ અધિકારીઓ વાકેફ હોવા છતાં ધૃતરાષ્ટ્ર નીતિ દાખવી શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ પ્રચાર કરવામાં આવતો હોય છે અને આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે.

Advertisement

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની (એસ.ટી) સવારે 7:40 એ ઉપડતી રાજકોટ-વાંકાનેર-માટેલ વાંકાનેર ડેપોની કંડકટરની બાજુની સીટ પર ઉપરના ભાગે યાત્રિકોને દેખાય તે પ્રકારે મારી માટી મારો દેશ દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને તસ્વીર સાથેની જાહેરાત લગાવેલી હતી. જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ જિલ્લા ચૂંટણી અધિકારી ને કંટ્રોલ રૂૂમમા અને વાંકાનેર ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર નું ધ્યાન દોરી વડાપ્રધાન અને મુખ્યમંત્રીની તસ્વીર હટાવવા ફરિયાદ કરી હતી.વધુમાં પીપીપી ધોરણે 175 કરોડના ખર્ચે બનેલું રાજકોટ એસ.ટી બસ પોર્ટ એ થાળી ભાંગીને વાટકો કરતા યાત્રિકોને સુવિધાને બદલે દુવિધા ઊભી થઈ છે. રાજકોટ ઢેબર રોડ ખાતે ના એસટી બસ પોર્ટ કે જ્યાં રોજબરોજની 1800 થી વધુ બસોની અવરજવર રહેતી હોય અને હજારો મુસાફરો આવતા હોય ત્યારે આ બસપોર્ટ પરના 50% પંખા બંધ હાલતમાં છે. રાજકોટ હાલ ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર હોય 42 ડિગ્રી તાપ અને લુ સાથે પંખા બંધ હોવાને પગલે યાત્રિકોને પારાવાર હાડમારી અને હાલાકી ભોગવવી પડતી હોય જે પગલે એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન મુસાફરોએ તેમની ફરિયાદ નોંધવાની પોથી (પરિશિષ્ટ અ) મા તારીખ 28 માર્ચ 2023 ફરિયાદ નંબર 593625 ફરિયાદ કરી એસટી બસ પોર્ટ પરના તમામ પંખાઓ ચાલુ કરવા લેખિત ફરિયાદ કરી ડેપો મેનેજરને ટેલીફોનિક રજૂઆત કરવામાં આવી છે.

Tags :
BJPCongressgujaratgujarat newspolitical newsPoliticsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement