For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક્સપ્રેસ ફિડર લાઈન તુટી: વધુ 3 વોર્ડમાં ઓચિંતો પાણીકાપ

05:37 PM Jun 14, 2025 IST | Bhumika
એક્સપ્રેસ ફિડર લાઈન તુટી  વધુ 3 વોર્ડમાં ઓચિંતો પાણીકાપ

રૈયા પમ્પીંગ સ્ટેશનથી ટાંકા સુધી સપ્લાય થતી લાઈનમાં ભંગાણ થતાં વોર્ડ નં. 1,9,10માં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

Advertisement

રાજકોટ શહેરમાં ભર ઉનાળે સતત બીજા દિવસે એક જ વિસ્તારમાં પાણીકાપ ઝીંકવાની તંત્રને ફરજ પડી છે. આજે વહેલી સવારે રૈયા પમ્પીંગ સ્ટેશનની એક્સપ્રેસ ફિડરલાઈન તુટતા પાણીની રેલમછેલ થઈ હતી. આલાઈન પમ્પીંગ સ્ટેશનથી ટાંકા સુધઈ પાણીનું સપ્લાય કરતી હોય લાઈન તુટતા પાણીનું જરૂરી લેવલ ન થથાં એક સાથે ત્રણ વોર્ડમાં તંત્રના કહેવા મુજબ પાંચ કલાક મોડુ પાણી વિતરણ થયું છે. પરંતુ સવારમાં પાણી આવતું હોય તેવા વોર્ડ નં. 1,9 અને 10માં અણધાર્યો પાણીકાપ ઝીંકાતા દેકારો બોલી ગયો હતો.

શહેરના રૈયાધાર વિસ્તારમાં શિતલપાર્ક નજીક ગઈકાલે પાણીની લાઈન તુટતા એક સાથે ત્રણ વોર્ડના અનેક વિસ્તારો તરસ્યા રહ્યા હતાં. સાંજે મરમત કામ પૂર્ણ થતાં ફરી વખત આ વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જ આજે વહેલી સવારે રૈયાધાર નજીક રૈયા પમ્પીંગ સ્ટેશનની બાજુમાં પસાર થતી એક્સપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાતા વોટરવર્કસ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલીક વાલ્વ બંધ કરી પાણીની આવક રોકવામાં આવી હતી અને રિપેરીંગ કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું હતું. આ મુદદ્દે વોટરવર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રૈયા પમ્પીંગ સ્ટેશન પાસેથી પસાર થતી એક્સપ્રેસ ફિડર લાઈનમાં વહેલી સવારે ભંગાણ સર્જાયુ છે.

Advertisement

આ લાઈન મારફત રૈયાધાર પમ્પીંગ સ્ટેશનમાંથી પાણીના ટાંકા સુધી પાણી પહોંચાડવામાં આવે છે ત્યાર બાદ ત્રણ વોર્ડમાં પાણી વિતરણ થાય છે. પરંતુ લાઈન તુટતા પાણી બંધ કરવામાં આવેલ જેના લીધે પાણીના ટાંકામાં જરૂરી લેવલ ન થતાં સવારથી વિતરણ થતાં વોર્ડ નં. 1,9 અને 10ના અનેક વિસ્તારોમાં પાંચ કલાક પાણી વિતરણ મોડુ થવાની શક્યતા જોવાઈ રહી છે. જ્યારે બીજી તરફ સમય પત્રક મુજબ સવારથી સાંજ સુધી પાણી વિતરણ થાય ત્યારે પાંચ કલાક પાણી વિતરણ મોડુ થવાથી બપોર બાદ વિતરણ થતાં વિસ્તારોને પાણી મળવા પાત્ર છે. ત્યાર બાદ બીજા દિવસનું સમય પત્રક શરૂ થઈ જતું હોય સવારના સમયે જે વિસ્તારોમાં પાણી વિતરણ થયું નથી તેઓને પાણી વિતરણ કરવું મુશ્કેલ બને છે. આથી વોર્ડ નં. 1,9 અને 10ના અનેક વિસ્તારો આજે પાણી વગર તરસ્યા રહ્યા હતાં.

વોટરવર્કસે વધુમાં જણાવેલ કે, એક્સપ્રેસ ફિડરલાઈન મુખ્ય પાઈપલાઈન છે. જેનો વ્યાસ 500 ડાયામીટર હોવાથી વધારામાં વધારે પાણી વહન કરવાની ક્ષમતા છે. જેથી આ લાઈન તુટવાથી પાણીના ટાંકા સુધી ઝડપથી પાણી પહોંચતુ હતું તે બંધ થઈ ગયેલ છે. હાલ રિપેરીંગ કામ ચાલુ છે. જે બપોર બાદ પૂર્ણ થવાની શક્યતા છે. છતાં સાંજના સમયે પાણી વિતરણ બાકીના વિસ્તારોમાં શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.

મુખ્ય લાઈનો ટૂંક સમયમાં બદલાશે
મનપાના વોટરવર્કસ વિભાગે છેલ્લા બે દિવસથી તુટતી લાઈનો અને ખોરવાતી વિતરણ વ્યવસ્થા મુદ્દે જણાવેલ કે, હાલ શહેરમાં તમામ વિસ્તારોમાં ડીઆઈપાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણતાના આરે છે. જેના લીધે નાના નાના લીકેજ બંધ થઈ ચુક્યા છે. પરંતુ મુખ્ય લાઈનો બદલવાની બાકી છે અને વર્ષો જૂની હોવાના કારણે અનેક વખત ભંગાણ સર્જાઈ રહ્યું છે. આથઈ ડીઆઈ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ એક વોટરવકર્સથી બીજા વોટરવકર્સ સુધી તેમજ જળાશયોમાંથી આવતી મુખ્ય પાઈપલાઈનો પણ ટુંક સમયમાં બદલાવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement