For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ST ડ્રાઈવરે ઝેરી પાઉડર પી લીધા બાદ ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા મોત

12:05 PM Aug 12, 2024 IST | Bhumika
st ડ્રાઈવરે ઝેરી પાઉડર પી લીધા બાદ ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા મોત
Advertisement

મેંદરડામાં રહેતા અને ઉના ડેપોમાં એસ.ટી.ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં યુવાને બે માસ પૂર્વે કોઈ અગમ્ય કારણોસર ઝેરી પાવડર પી લીધો હતો. બાદમાં રિકવરી આવતાં હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયો હતો. ઝેરી પાવડર પી લીધા બાદ યુવક તાવ અને ડેંગ્યુની બિમારી સપડાતા મોત નિપજ્યું હતું. યુવકના મોતથી માસુમ બાળકે પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જૂનાગઢના મેંદરડા ગામે રહેતા અને ઉના એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં દિવ્યેશ ભરતભાઈ મહેતા નામનો 37 વર્ષનો યુવાન ગત તા.1-6-24નાં રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે મેંદરડા જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં મૃતક દિવ્યેશ મહેતા માતા પિતાનો આધાર સ્થંભ અને બહેનનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. દિવ્યેશ મહેતાએ બે માસ પૂર્વે ઝેરી પાવડર પી લીધા બાદ રીકવરી આવી જતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો. બાદમાં દિવ્યેશ મહેતા ડેંગ્યુની બિમારીમાં સપડાતાં મોત નિપજ્યું હોવાનું દિવ્યેશ મહેતાના પિતા ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ બનાવ અંગે મેંદરડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement