ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એસટી નિગમ મુસાફરોની સુવિધા વધારવા ચાર મહિનામાં નવી 1200 બસ ખરીદશે

05:43 PM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

રાજ્ય સરકાર દ્વારા નવી બસની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 4 મહિનામાં 1200 નવી બસ ખરીદવામાં આવશે. 1200માંથી 100 બસ પ્રીમિયમ કક્ષાની હશે. આ માટે રૂૂ. 400 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

Advertisement

ઉનાળા વેકેશન દરમિયાન એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રિપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રિપના આયોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વેકેશનના સમયગાળામાં મુસાફરોને ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ લીધો હતો.

GSRTC દ્વારા 1 મેથી 31 મે 2025 દરમ્યાન 2780 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ 16,438 એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જેનો લાભ 8.22 લાખ લોકોએ લીધો હતો. વર્ષ 2024માં આ જ સમયગાળામાં 1988 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ 11,674 એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જે દરમ્યાન 5.84 લાખ લોકોએ મુસાફરી કરી હતી. ઉનાળુ વેકેશનમાં એસ. ટી. નિગમ દ્વારા કાર્યરત એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વાર્ષિક 2.38 લાખનો વધારો થયો છે.ઉલ્લેખનીય છે કે, એસટી વિભાગ દ્વારા હોળી-ધુળેટી, દિવાળી સહિત વેકેશનમાં મુસાફરોને સુવિધા મળે અને બસોમાં ધસારો ન થાય તે માટે ખાસ બસ દોડાવવામાં આવતી હોય છે. જેને પગલે એસટી વિભાગને વિશેષ આવક થાય છે.

Tags :
gujaratgujarat newsPassengerST Corporation
Advertisement
Next Article
Advertisement