For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના ધાર્મિક સ્થળો માટે ST નિગમ ખાસ પેકેજ સાથે શરૂ કરશે ટૂરિસ્ટ સર્કિટ

04:14 PM Mar 12, 2025 IST | Bhumika
ગુજરાતના ધાર્મિક સ્થળો માટે st નિગમ ખાસ પેકેજ સાથે શરૂ કરશે ટૂરિસ્ટ સર્કિટ

Advertisement

ગુજરાતના ધાર્મિક સ્થળોને જોડવા અને એક તિર્થ સ્થળેથી બીજા તિર્થ સ્થળે સરળતાથી ભાવિકોને સરળતાથી પહોંચાડવાની સુવિદા આપવા માટે રાજ્યના એસટી નિગમ દ્વારા ટુરિસ્ટ સર્કિટ શરૂ કરવા પેકેજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે ધાર્મિક સ્થળોમાં ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો હોવાથી પેકેજ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા હવે રાજ્યના તીર્થસ્થળો માટે બસ સર્વિસ શરૂૂ કરે તેવી માગણી શરૂૂ કરવામાં આવી હતી.

Advertisement

લોકોની માંગણીને ધ્યાને રાખીને ગુજરાત એસટી નિગમ પણ હવે હકારાત્મક વલણ દાખવતા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ રૂૂટ પર ટૂર સર્કિટ બનાવી રહી છે. લોક માંગણીને પગલે નિગમ દ્વારા રાજ્યના અલગ અલગ ઝોનમાં ટૂર સર્કિટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
એક રાત તેમજ બે દિવસના ટૂર પેકેજ માટે આગામી દિવસોમાં રૂૂટ નક્કી થયા બાદ ભાડું નક્કી કરાશે. જેમાં તમામ રૂૂટ પર કુલ કિલોમીટર દીઠ ભાડું, હોટલ કે ધર્મશાળા ચાર્જ સહિત અન્ય ચાર્જ નક્કી કરી ટૂર પેકેજની કિંમત નક્કી કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, આ ટૂર પેકેજ 2,000 રૂૂપિયાથી લઈ 5,000 રૂૂપિયા સુધીના હોય શકે છે. તેની સાથે જ આ ટૂર દર સપ્તાહના અંતે એટલે કે શનિવાર રવિવારના રોજ સંચાલિત કરાય તેવી શક્યતા છે. જેથી વિકેન્ડના દિવસે લોકો પરિવાર સાથે આ રૂૂટ પર યાત્રાનો લાભ લઈ શકે.

શરૂ થનાર સંભવિત ટૂરિસ્ટ સર્કીટ
સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, ગીર, હરસિદ્ધિ માતા મંદિર
દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તીથલ, સેલવાસ
કચ્છમાં માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર
ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી, બહુચરાજી

Advertisement
Tags :
Advertisement
Advertisement