PSIની ભરતીમાં દોડતા SRPના કોન્સ્ટેબલની જિંદગીની દોડ પૂરી
રાજયભરમાં પોલીસ ભરતી માટે શારીરીક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પોલીસ ભરતી દરમિયાન કરૂણ ઘટના સામે આવી છે. સુરતના વાવ ખાતે યોજાયેલી ભરતી પરીક્ષામાં પીએસઆઇની ભરતી માટે દોડતા એસઆરપીના કોન્સ્ટેબલનુ હાર્ટએટેક આવતા જીંદગીની દોડ પૂરી થઇ ગઇ હતી. પાંચ કિ.મીની દોડમાં એસઆરપીનો કોન્સ્ટેબલ 12માં રાઉન્ડમાં ઢળી પડતા તેનુ મોત નીપજ્યુ હતુ.
વાલિયા SPRદળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત સુરતના વાવ ખાતે PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા. સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ 12મા રાઉન્ડમાં દોડતા અચાનક બેભાન થઈ ઢળી પડયા હતા. ફરજ પરના ડો. ચિરાગ કટારિયાએ તાત્કાલિક ઈઙછ, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ સ્થિતિ ગંભીર જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફત દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારનાં પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરૂણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે, બિન-હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવાર ક્ધફર્મ થયા છે. તેઓ રાજ્યના નિર્ધારિત 15 પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી (ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ-ઙઊઝ) અને શારીરિક માપ કસોટી (ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ- ઙજઝ) માટે બોલાવાયા છે. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.