For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્પોર્ટ્સ સંકુલ બનશે: 82 લાખ ફાળવ્યા

04:06 PM Mar 07, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્પોર્ટ્સ સંકુલ બનશે  82 લાખ ફાળવ્યા
  • લોધિકા પાસે સરકારી જમીનમાં સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરાયું

રાજકોટ શહેર અને જિલ્લામાં વિકાસ તેજગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે શહેરીજનો અને તાલુકાવાસીઓને આધુનિક સુવિધા મળી રહે તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં સ્પોર્ટ સંકુલ બનાવવા માટે જિલ્લા આયોજન સમિતિ પાસે ફંડ માંગતા રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્પોર્ટ સંકુલ બનાવવા માટે 82 લાખની ગ્રાંટ ફાળવી છે.રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકે સ્પોર્ટ સંકુલ ઉભા કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જિલ્લા આયોજન સમિતિ સમક્ષ દરખાસ્ત તૈયાર કરી ફંડની માંગણી કરવામાં આવી હતી. જે દરખાસ્તને ધ્યાને લઈ જિલ્લા આયોજન સમિતિ દ્વારા સ્પોર્ટ સંકુલ બનાવવા માટે 82 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે.

Advertisement

જિલ્લા કલેકટર દ્વારા લોધિકા ગામ નજીક સરકારી જમીનમાં સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં રનીંગ ટ્રેક, વોલીબોલ, ખોખો, બાસ્કેટ બોલ જેવી રમત ગમત થઈ શકે તે માટેની તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે અને આ સ્પોર્ટ સંકુલ બનીને તૈયાર થઈ ગયું છે જેનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત પડધરી સરકારી કોલેજ, કોટડાસાંગાણી સરકારી કોલેજ અને ઉપલેટા સરકારી કોલેજ ખાતે પણ સ્પોર્ટ સંકુલ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. જે સંકુલ ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં સ્પોર્ટ સંકુલ ઉભા કરવામાં આવનાર હોય હવે તાલુકા અને ગામડાના યુવાનોને સ્પોર્ટસ માટે શહેર સુધી ધક્કા નહીં ખાવા પડે.

Advertisement

એટલું જ નહીં પરંતુ તાલુકા લેવલે સ્પોર્ટ સંકુલ ઉભા થતાં હવે પોલીસ ભરતી કે અન્ય ભરતી માટેની તૈયારી માટે પણ તાલુકા અને ગામડાના યુવાનોને નજીકમાં જ તમામ સુવિધાઓ મળી રહેશે અને આ સ્પોર્ટસ સંકુલ બનવાથી યુવા વર્ગમાં રહેલી ખેલકૂદની પ્રતિભા પણ બહાર આવશે તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement