કે.કે.વી. બ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ ગેરકાયદેસર : કોંગ્રેસ
કાલાવડ રોડ ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ નીચે સ્પોર્ટસ સંકુલ બનાવવાની દરખાસ્ત મંજુર થતાં શહેર કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરી આરએનબી વિભાગની એનઓસી વગર અને આ સ્થળે વાહનોનો ભય હોવા છતાં બાળકો માટે ગેમઝોન બનાવવામાં આવી રહ્યું છે જે ગેરકાયદેસર હોય આ મુદ્દે ફરી વખત વિચાર કરવા અંગેની ડે. કમિશનરને રજૂઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા જણાવેલ કે, અમારી જાણ મુજબ આ સ્થળે જો ગેમ જોન સાકાર થાય તો વેપારીઓ માટે પાર્કિંગ ની સમસ્યા સર્જાશે અને સ્કૂલ, કોલેજ હોવાને પગલે વિધાર્થીઓને પણ અડચણ રૂૂપ અને ગોકીરો થતાં અભ્યાસ માં દખલગીરી થશે સ્કૂલ કોલેજના વિધાર્થીઓ છૂટવાના સમયે ટ્રાફિક સમસ્યા સર્જાશે અને અકસ્માત નો ભય સર્જાશે.
રાજકોટ મહાનગરપાલિકા એ અગાઉ રાજકોટ ની જનતા ના અભિપ્રાય લીધા વગર જે પ્રોજેકટો બનાવ્યા છે તેમાં કા તો બુદ્ધિ નું દેવાળું ફૂક્યું છે કાતો એ પ્રોજેકટ રદ કરવામાં આવ્યો છે. ટૂંકમાં કોટૈયા માં સ્કાઇ વોર્ક માં 60 લાખનો ખર્ચ કર્યા બાદ પ્રોજેકટ રદ થયો હતો. ગોંડલ રોડ મક્કમ ચોક ટ્રાંયેંગ્યુલર ઓવર બ્રિજ સાંકડો કરતાં આજે એસ.ટી. ના ડ્રાઈવરોને સૂચના છે કે આ બ્રિજ પર એસ.ટી ના ચલાવવી. શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક સર્કલો મસમોટા કરી નાના કરી બુદ્ધિ નું દેવાળું ફૂક્યું હતું. રેલ નાગર માં ઓવર બ્રિજ બનાવવાને બદલે અંડરબ્રિજ બનાવતા બારે માસ પાણી ભરાયેલૂ રહે છે.ઉપરોક્ત વિષય સંદર્ભ તળે રાજકોટ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 10 ના કાલાવડ રોડ પર કે.કે.વી. સર્કલ નજીક આત્મીય કોલેજ પાસે, પરિમલ સ્કૂલ સામે ગેમ જોન ખડકાઈ રહ્યા છે. જેની કામગીરી હાલ શરૂૂ કરવામાં આવી છે જે પ્રોજેકટ રદ કરવા અમારી કોંગ્રેસ આગેવાનોની માંગ છે.
જો પ્રોજેકટ નો અભરખો જાગ્યો હોય તો મહાનગરપાલિકા ના અન્ય સ્થળો એ ગેમજોન બનાવી શકાય છે હાલ જે સ્થળે ગેમજોન બનાવવામાં આવશે તે સ્થળે રોજીંદી પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા છે એક ગાળા માં બોકસ ક્રિકેટ, બીજા ગાળામાં સ્કેટિંગ રિંગ અને સ્નૂકર, કેરમ જેવી ઇંડોર ગેમ માટે માંચડો જે રીતે બને છે તે મિનિ ટીઆરપી જોન જેવુ ગણાશે. શાસક પક્ષ દ્વારા આ પ્રકારના પ્રોજેકટ બનાવી પાર્કિંગ અને ગેમ જોન પોતાના મળતિયાઓને ખટાવી દેવાનો પ્રયાસ છે પે એન્ડ પાર્કિંગ માં હાલ નિયમ મુજબ ફી વસૂલવાને બદલે બેફામ ઉઘરાણા થાય છે.