કાલાવડ-રણુજા હાઈવે પરની સ્પિનિંગ મિલમાં વિકરાળ આગથી નાસભાગ : જાનહાનિ ટળી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણજા રોડ પર આવેલી એન્જલ ફાઇબર્સ લિમિટેડ નામની સ્પિનિંગ મિલમાં ગઈ રાત્રે 9.30 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ગોદામમાં રાખેલો 5,000 થી પણ વધુ રૂૂની ધાસડીઓનો મોટો જથ્થો આગમાં ભસ્મિભૂત થયો હતો. જામનગર- કાલાવડ-ધ્રોળ અને રાજકોટની 10 થી વધુ ફાયર ફાઈટરો ની ટીમ દ્વારા પાણીના 35 જેટલા ટેન્કરના ફેરા કરીને 14 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ભારે નુકસાની વેઠવી પડી છે. આગના આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઈવે રોડ પર સર્વે નંબર 100/1 માં આવેલી એન્જલ ફાઈબર લિમિટેડ નામની સ્પીનિંગ મિલમાં ગઈ રાત્રિના 9.30 વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ગોડાઉનમાં રાખવામાં આવેલો 5,000 થી વધુ રૂૂ ની ઘાસડી નો જથ્થો સળગવા લાગ્યો હતો.ન જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને દૂર સુધી આગના લબકારાઓ દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં સૌપ્રથમ કાલાવડ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે આગની ગંભીરતા જોઈને અન્ય ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. જેથી જામનગરના બે ફાયર ફાઈટર, રાજકોટના ત્રણ ફાયર ફાઈટર અને ધ્રોળ સહિત કુલ 10 હાયર ફાઈટર ની મદદ લેવામાં આવી હતી.
સતત 14 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંદાજે 35 થી વધુ પાણીના ટેન્કર ઠાલવી દેવામાં આવ્યા હતા, અને આગને કાબુમાં લેવાઈ હતી ત્યારબાદ સર્વે હાશકારો અનુભવ્યો હતો. નઆ ઘટનાની જાણ થતાં કાલાવડની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કયા કારણસર આગ લાગી હતી, અને તેનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેષ તપાસ શરૂૂ કરી છે. તેમજ આગના કારણે નુકસાનીનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. આ બનાવને લઈને સ્પિનિંગ મિલના સંચાલકોને ભારે નુકસાની વેઠવી પડી છે.