ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં રફતારનો આતંક, પાંચ માસમાં ઓવરસ્પીડના 11 હજાર કેસ

12:38 PM May 16, 2025 IST | Bhumika
Advertisement

પુરપાટ ઝડપે વાહનો ચલાવનાર પાસેથી 2.20 કરોડનો દંડ વસુલાયો, પાંચ મહિનામાં રાજકોટમાં અકસ્માતના 250 બનાવોમાં 100 લોકોના મોત

Advertisement

રાજકોટમાં બેફામ સ્પીડે દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જે છે. રાજકોટમાં પાંચ મહિનામાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં પોલીસેપાંચ મહિનામાં ઓવરસ્પીડનો રૂા. 2.20 કરોડનો દંડ ફટકાર્યો છે. રાજકોટમાં પુરપાટ ઝડપે વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસે દંડાનિક કાર્યવાહી કર્યા છતાં રાજકોટમાં બેફામ સ્પીડે વાહન દોડાવતા વાહન ચાલકો સુધરવાનું નામ લેતા નથી. રાજકોટમાં 5 મહિનામાં 250 અકસ્માતમાં 100 લોકોના મોત થયા હોવાના આંકડા મળ્યા છે.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ એસીપી વિનાયક પટેલે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં થતા માર્ગ અકસ્માત ઘટાડવા માટે પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પૂરપાટ ઝડપે જતા વાહનચાલકો પર રોક લગાવવા માટે તેમજ સલામતી પૂર્વક હેલ્મેટ સાથે વાહન ન ચલાવતા લોકો સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં એક ઇન્ટરસેપટર વાન ફાળવવામાં આવી છે. જેની અંદર એક સ્પીડ ગન સાથે સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે, જે ઓટોમેટિક વાહનની સ્પીડ કેપ્ચર કરે છે. જો કોઈ વાહનચાલકની સ્પીડ 104 કરતા વધુ હોય તો તેનો સ્પીડ સાથેનો ફોટો કેપ્ચર કરી ઈ-મેમો જનરેટ કરી દેવામાં આવે છે. જેમાં પ્રથમ વખત ઓવરસ્પીડમાં રૂૂપિયા 2000 અને બીજી વખત રૂૂપિયા 3000 દંડ ફટકારવામાં આવે છે.

ચાલુ વર્ષે 1 જાન્યુઆરી, 2025થી 14 મે, 2025 સુધી કુલ 11,000થી વધુ ઓવરસ્પીડના કેસ કરી 2.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કામગીરી પોલીસે માત્રને માત્ર રાજકોટ અમદાવાદ હાઇવે પર જ કરી છે અને હવે આવતા દિવસોમાં રાજકોટ પોલીસને ફાળવવામાં આવેલ 20 જેટલી સ્પીડગન આવ્યા પછી તેની તાલીમ આપી અને લગભગ આવતા મહિનાથી અન્ય વિસ્તારમાં પણ ઓવરસ્પીડ કેસ અંગે કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.

સૌથી વધારે માર્ગ અકસ્માતમાં ફેટલ કેસમાં મૃત્યુ પામનાર વાહનચાલકોના હેલ્મેટ ન પહેરવાના કારણે ગંભીર ઈજા થતા મૃત્યુ થતું હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષ 2025 દરમિયાન રાજકોટમાં માર્ગ અકસ્માતના 250થી વધુ કેસો નોંધાયા છે, જેમાંથી 100થી વધુ ફેટલ અને 150થી વધુ નોન ફેટલ અકસ્માત સર્જાયા છે. એટલે કે, 100થી વધુ લોકોના ફેટલ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.

ટ્રાફિકના દસ નિયમનું પાલન કરાવવા કાર્યવાહી
રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે અલગ-અલગ 10 જેટલા નિયમો ઉપર મુખ્યત્વે ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, બ્લેક ફિલ્મ, રેડ લાઈટ સિગ્લન ક્રોસિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરનાર, હેલ્મેટ વગર વાહન ચલાવનાર, રોન્ગ સાઈડ વાહન ચલાવનાર, ટુ-વ્હીલરમાં બે કરતા વધુ લોકો જતા હોય તો, ઓવરસ્પીડ અને ફેન્સી નંબર પ્લેટ રાખનાર સામે રૂૂપિયા 100થી લઈ અને 3000 સુધી દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

દંડ નહીં ભરનારનું લાયસન્સ રદ કરાશે: એસીપી ટ્રાફિક
દંડ ન ભરનારનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન થાય તેમજ વાહનચાલકો અને રાહદારીઓને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોની અમલવારી ચુસ્ત પણે કરાવવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વારંવાર નિયમોનું ભંગ કરી દંડની ભરપાઈ ન કરે તેવા વાહનચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની ભલામણ પણ આરટીઓ વિભાગને કરી રહ્યું છે.

Tags :
gujaratgujarat newsoverspeeding casesrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement