For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કર્યો તમાશો

05:26 PM Mar 01, 2024 IST | Bhumika
ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કર્યો તમાશો
  • મારા બે હજાર રૂપિયા લઇ ગયો છે કહી પતિ સાથે જ બથોબથ ઝઘડતી પત્ની

જર, જમીન અને જોરૂ, ત્રણેય કજિયાના છોરૂ આ કહેવતથી સૌ વકિ છે. બીજી રીતે જોઇએ તો ગામ હોય ત્યાં ઉકરડો અને ઘર હોય ત્યાં વાસણ ખખડે પણ આ બધુ જે તે જગ્યાએ રોજીંદુ ગણાય... પણ રસ્તા ઉપર આવી જાય ત્યારે તે તમાશો ગણાય... આવી જ વાત આજે શહેરની ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ચોટીલાનાં એક દંપતિએ જાહેરમાં ઝગડો કરીને સાબિત કરી દીધી હતી. કોઇ સગાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોય ચોટીલાનું દંપતિ રાજકોટ આવ્યું હતું. પણ તે મારા 2000 રૂપિયા લઇ લીધા છે, મને પાછા આપી દે તેવું કહી પત્નીએ તેમના પતિ સાથે જાહેરમાં બખેડો કરી, બબાલ કરતાં લોકોમાં આ વાત તમાશો બની ગઇ હતી. જો કે, જાગૃત લોકોએ આ દંપતિને આવી રીતે જાહેરમાં બાખડીને ધમાલ ન કરવા ટપારતા અંતે આ દંપતિ છૂટું પાડ્યલુ હતું અને ચાલતી પકડી હતી. જો કે નવરા લોકએ વગર પૈસે મનોરંજન માણ્યાની રમુજ ફેલાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement