For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા કૃષ્ણ જન્મોત્સવ માટે વિશેષ ટે્રન અને વધુ બસો દોડશે

03:42 PM Aug 24, 2024 IST | admin
દ્વારકા કૃષ્ણ જન્મોત્સવ માટે વિશેષ ટે્રન અને વધુ બસો દોડશે

જગતમંદિર અને શીવરાજપુર બીચ ખાતે ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવતું તંત્ર

Advertisement

30 પીઆઇ, 50 પીએસઆઇ સહિતનો 1500 કર્મચારીઓ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

યાત્રાધામ દ્વારકામાં આગામી તારક ઓગષ્ટ ને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પરપ1માં જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. અને દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રીયાલન્સના સહયોગથી મુંબઈના જેમીની ગૃપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે અને તંત્ર દ્વારા દર્શનાર્થીઓ માટે દ્વારકા પહોંચવાની તમામ સુવિધા તેમજ જગત મંદિર અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સૃદ્ઢ બનાવી. 1500થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા.રકમીએ રાત્રે 8 કલાકથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ 2024 નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ રીદિઘંબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક તથા હેમંત ખવા પણ ઉપસ્થિત રહેનાર છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે. જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ભાવિકો દ્વારકા આવતાં હોય આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાધામમાં પધારે તેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રીકોના ધસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેઈનો પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોકકસ રૂૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.

જન્માષ્ટમી પર્વે યાત્રાધામના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા કાજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. જેમાં 1 એસપી, 7 ડીવાયએસપી, 30 પીઆઈ, 50 પીએસઆઈ તેમજ જીઆરડી એસઆરબી ટીઆરબીના જવાનો સહિત 1500 જેટલા પોલીસકર્મી ફરજ નિભાવશે. એસ.પી. નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શનમાં ડીવાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તથા ડીવાય.એસ.પી. સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાઘામની મુલાકાતે આવતા યાત્રીકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના અને માર્ગદશનથી ઠેર ઠેર ચેકપોસ્ટ કાર્યરત છે જયાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફીક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્ત વધારી બેરીકેટીંગ કરી ટ્રાફીક શાખાના મુખ્ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફીક શાખાના જવાનો ચુસ્તતાપૂર્ણ કામગીરી દાખવી રહ્યા છે.

જગતમંદિરને સાંકળતાં પ્રમુખ રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના પ્રમુખ રસ્તાઓને પણ યાત્રીકોની સુવિધા માટે રીપેરીંગ કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત નગરપાલીકા દ્વારા શહેરમાં બિમારી ફેલાવતા માખી-મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત નગરપાલીકાની ફુડ શાખા દ્વારા પણ હોટલ- રેસ્ટોરાં, ખાણીપીણીની દુકાનો - લારીઓનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું છે અને અબાધ જથ્થાઓનો નાશ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત યાત્રીકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂૂ કરી દેવાયું છે. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે આવતાં ભાવિકોમાં વ્યાપક વધારો જોવા મળ્યો હોય તેમ હાલમાં પણ વ્યાપક પ્રમાણમાં હોટલ - ગેસ્ટહાઉસમાં બુકીંગ જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં જેની અસર ભાવિકોના ઘસારામાં પણ જોવા મળશે અને હજુ આગામી બે દિવસમાં યાત્રાળુઓનો પ્રવાસ સતત વધતો જશે તેઓ આશાવાદ હોટલ માલીકો તથા વેપારીવર્ગ રાખી રહ્યો છે. દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા. ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ. પંચકુઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફીક વધશે તેવું જણાઈ રહયુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement