રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જગ્યા રોકાણ વિભાગનો સપાટો; 86 રેંકડી-કેબિન 1270 બેનર જપ્ત

04:50 PM Jul 15, 2024 IST | admin
Advertisement

જગ્યા રોકાણ વિભાગનો સપાટો; 86 રેંકડી-કેબિન 1270 બેનર જપ્તદબાણકર્તાઓ પાસેથી રૂા.61,810નો વહીવટી ચાર્જ વસુલાયો

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 01/07/2024 થી તારીખ:11/07/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ હતો.

જગ્યા રોકાણ વિભાગ દ્વારા જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂ.પ86 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 192 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જંક્શન રોડ, જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મિનગર નાલા પાસેથી 385 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ હતી.
પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર, મટકી ચોક, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.39,810/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.22,000/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. અંબીકા ટાઉનશીપ, કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ પરથી 1270 બોર્ડ-બેનર જપ્ત કરેલા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement