For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP

11:52 AM Jul 05, 2025 IST | Bhumika
મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા sp

Advertisement

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી કરાઇ છે. જિલ્લા પોલીસ વડાએ મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા યશવંતસિંહ ઝાલાને મોરબી સીટી બી ડિવિઝન, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા રમેશચંદ્ર મિયાત્રાની સીટી એ ડિવિઝનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશભાઈ જીલરીયાની જિલ્લા કંટ્રોલમાં, માળિયામાં સુરેશભાઈ પરમારની હળવદ પોલીસ મથકમાં, ટ્રાફિક શાખાના નાગધનભાઈ ગઢવીની મોરબી તાલુકા મથકમાં, દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદમાં, લાલભા ચૌહાણની મોરબી તાલુકામાં, ટંકારામાં મહેશકુમાર ઈસરાણીની પોલીસ હેડ ક્વાર્ટરમાં, હસમુખ ચાવડાની ટ્રાફિક શાખામાં સીટી બી ડિવિઝનમાં, ભાવેશ ડાંગરની માળિયા પોલીસમાં, નિર્મળસિંહ જાડેજાની એલસીબી હેડ ક્વાર્ટરમાં, વિજયકમાર ચાવડાની વાયરલેસ શાખામાં, દીપક કાઠિયાની માળિયા પોલીસમાં, મોહમ્મદ રેનીઝ કડીવારની વાંકાનેર તાલુકામાં, રમેશભાઈ રાઠોડની મોરબી સીટી એ ડિવિઝનમાં , ભૂમિબેન સોલંકીની મહિલા પોલીસ મથકમાં, પ્રદિપસિંહ ઝાલાની એલસીબીમાં, મયુર ચાવડાની બી ડિવિઝનમાં બદલી કરાઇ છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement