બહારથી આવતી નકલી દવાઓ રોકવા SOP બનાવાશે
તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય સરકારને ધ્યાને આવ્યું. રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ ચકાસણી કરીને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરી છે. જેને વધુ સધન અને સખ્ત બનાવવા માટે ગુજરાતમાં રાજ્ય બહારથી આવતી દવાઓની ચકાસણી અર્થે સરકાર દ્વારા જઘઙ તૈયાર કરવામાં આવનાર હોવાનું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ / કોસ્મેટીક બનાવટો અટકાવવા માટે દરોડા પાડીને આશરે 6 કરોડ થી વધુની દવાઓ / કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી. જેમાં આશરે 75 વ્યક્તિ / પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી જેની સામે કાર્યવાહી કરાઇ. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં આવી બનાવટી દવાના ખરીદ વેચાણ સંગ્રહના માન્ય પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓનો સમુહ જોડાયેલ હોય છે તથા તપાસમાં એ પણ જાણવા મળેલ છે કે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી દવાઓ રાજ્ય બહારથી આવતી હોય છે. રાજ્યમાં 5000 કરતાં વધારે દવાના ઉત્પાદકો અને 55000 કરતાં વધારે રિટેલ/હોલસેલ દુકાનો લાયસન્સ સાથે કાર્યરત છે.
રાજ્યમાં નકલી/સ્પુરીયસ/બનાવટી દવાઓ આવતી અટકે અને આવે તો તુરંત પકડી શકાય તેના માટે રાજ્ય સરકાર વડોદરાની હાલની કાર્યરત એન.એ.બી.એલ. પ્રમાણીત લેબોરીટરી ઉપરાંત નવી 3 ટેસ્ટીંગ લેબ શરૂૂ કરવા જઈ રહી છે. તથા ઘક્ષ તશયિં ઝયતશિંક્ષલ (સ્થળ પર જ ટેસ્ટીંગ) ને વધુ ઘનીષ્ઠ કરવા અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ડિવાઇસ (રમણ સ્પેક્ટ્રોમીટર વીથ એડવાન્સ ટેકનોલોજી) ના 10 સેટ પણ ખરીદવા જઈ રહી છે. નકલી/સ્પુરીયસ/બનાવટી દવા પકડવા ફ્લાઈંગ સ્કોડની રચના કરવામાં આવી છે. જેથી આવા ઈસમોને તાત્કાલીક પકડી શકાય.
તંત્રને વધુ સક્ષમ કરવા તથા નકલી દવાઓને અન્ય રાજ્યમાંથી આવતી અટકાવવા માટે ટ્રાન્સપોટર / કુરીયર એજન્સી જાણે અજાણે સામેલ હોય છે અને મોટેભાગે દવાઓ લાયસન્સ વગરની જગ્યાએથી/બિલ વગર/ બિલથી/ કેશથી/ કેશ મેમો વગર અસલી દવા કરતા ખુબ જ ઓછી કિંમતે (10-50% ભાવથી) વેચાણ થતી હોય છે. જેને અટકાવાવાની કામગીરી વધુ સુદ્રઢ કરવા માટે ડીપાર્ટમેન્ટમાં એક બ્રેઈન સ્ટોર્મીંગ ચાલી રહ્યુ છે.
SOPની મુખ્ય બાબતો
પરપ્રાંતીય દવાઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું
દવા વહન કરનાર ટ્રાન્સપોર્ટરોની નોંધણી કરવી
કેમીસ્ટ/હોલસેલર દંડનીય પ્રવૃત્તિમાં ઝડપાય તો પરવાના રદ કરવા
ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાનું કડક પાલન કરવું
મોંઘી અને ઋફતિં ખજ્ઞદશક્ષલ દવાઓ પર ઘનિષ્ઠ મોનિટરીંગ