મહાનગરપાલિકાઓ માટે ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની SOP મંજૂર
200 કરોડનું બજેટ, શહેરી વિસ્તારમાં વધતા જતાં ટ્રાફિકનું નિયંત્રણ કરવાની યોજના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOP ને મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂૂ.200 કરોડનું બજેટ પ્રાવધાન કરેલું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની SOP તૈયાર કરવા માટે આ ક્ષેત્રના જાણકાર, અનુભવી અને જરૂૂરી કુશળતા ધરાવતા તજજ્ઞોની એડવાઈઝરી કમિટી અગ્ર સચિવની અધ્યક્ષતામાં રચવામાં આવી હતી. આ તજજ્ઞ કમિટીની ભલામણો મુજબ આવા રિંગ રોડ નિર્માણમાં અદ્યતન ગ્રીન-ક્લીન ક્ધસ્ટ્રક્શન ટેકનોલોજી અને સામગ્રીઓના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય પણ રાખવામાં આવ્યો છે.
શહેરોની સુંદરતા અને પર્યાવરણપ્રિય મૂલ્યોમાં વધારો કરવાની સાથે દૃઢ અને ન્યૂનતમ જાળવણી ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની બાબત આ રિંગ રોડ વિકાસ યોજનાની SOP માં સમાવિષ્ટ કરવામાં આવી છે. ગ્રીન રીંગ રોડ માટે સ્ટેઈનેબલ ઈન્ટીગ્રેશન અન્વયે કેરેઝ-વે, મીડિયન અને શોલ્ડર્સ, ડ્રેનેજ અને વરસાદી પાણીનું વ્યવસ્થાપન, રોડ યુટીલિટીઝ, વૃક્ષારોપણ તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને રોડ સલામતિ સુવિધાઓ પણ આવરી લેવામાં આવી છે.
જે મહાનગરોમાં ગ્રીન રિંગ રોડનો વિકાસ આ યોજનામાં કરવામાં આવે તેમાં નવીન સંસાધનો પરની જરૂૂરિયાત ઘટાડવા અને સરક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે રોડ નિર્માણમાં ઉપયોગ થનારા કુલ મટિરીયલના 25 ટકા રિસાયકલ મટીરીયલના ઉપયોગને પ્રાથમિકતા આપવાનું પણ SOP માં ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આવા ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટમાં જે કુલ એનર્જી વપરાશમાં લેવાય તેમાંથી મહત્તમ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવું આયોજન કરવા મહાનગરપાલિકાઓને સૂચવવામાં આવ્યું છે.