સોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓ
રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્ર્વિન આડેસરાએ લીંબડી ખાતે 4 વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમના મૃતદેહને લઇ પરીવારજનોએ પીપળીયા હોલ નજીક લઇ જઇ હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી ત્યારબાદ મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટના આધારે લીંબડી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે મૃતકના પુત્ર પાસેથી 30 લાખનુ સોનુ પડાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ જે લોકોએ સોનુ પડાવ્યુ તેઓ સામે પોલીસ કમિશનર કડક કાર્યવાહી કરે તેવી મૃતકના ભાઇ અને પુત્રએ મિડીયા સમક્ષ આક્ષેપ કર્યા હતા.
આ ઘટનામાં સોની વેપારી અશ્ર્વિન આડેસરાના આપઘાત પ્રકરણમાં રાજકોટના ચાર વેપારી વિવેક ભુવા, મનોજ રાજપુરા, ધર્મેશ પારેખ અને અતુલ પારેખ તરફે વેપારીઓએ આજે પોલીસ કમિશનર બ્રજેશ ઝાને ન્યાયની માંગણી સાથે રજુઆત કરી હતી. આ રજુઆતમાં જોડાયેલા વેપારી કિશોરભાઇએ જણાવ્યુ હતુ કે સોની આપઘાત પ્રકરણમાં ચાર વેપારીઓ સામે નોંધાયેલી ફરીયાદ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ અમને જે તે સમયે પોલીસની કોઇ હેરાનગતી નહોતી તેમજ મૃતક અશ્ર્વિનભાઇ આડેસરા પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ શંકાસ્પદ લાગતી હોય તેમના હેન્ડ રાઇટીંગ મૃતકના છે ? એ અંગે લેબમાં મોકલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
ગઇકાલે 4 વેપારીઓ વિરૂધ્ધ મૃતકના ભાઇ અને પુત્રએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે અમે કોઇ પોલીસ સ્ટાફ સાથે નાણાની લેતી દેતી કરી નથી કિશોરભાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે અમારી રજુઆત વેપારીઓ સામે થયેલી ફરીયાદ અંગે તટસ્થ તપાસ કરવા માંગણી છે.