પિતાની દફનવિધિ પૂર્વે પુત્રની ડેમમાંથી લાશ મળી
ગોંડલના મેમણ પરિવારમાં કરૂણ બનાવ: પિતાને હાર્ટએટેકથી મૃત્યુ, પુત્રએ આપઘાત કર્યો
ગોંડલ નાં મેમણ પરીવાર માં કરુણાંતિકા સર્જાઇ હતી.શાકભાજી નો ધંધો કરતા વૃધ્ધ નું સવારે હદય બેસી જતા મૃત્યુ થયુ હોય સાંજે દફનવીધી ની તૈયારીઓ ચાલી રહી હતી.તેવા સમયે બે દિવસ થી ઘરેથી ચાલ્યા ગયેલા પુત્ર નો મૃતદેહ સેતુબંધ ડેમ માંથી મળી આવતા કલ્પાંત સર્જાયો હતો.બનાવ ને લઈ ને મેમણ સમાજ નાં આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ અત્રેની સરવૈયા શેરીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા ગફાર ભાઇ લતીફભાઇ બકાલી ઉ.65નું હાર્ટએટેક આવવાથી મૃત્યુ થતા સાંજે તેમની દફનવિધી ની તૈયારીઓ ચાલી રહી હતી.આ વેળા બે દિવસ પહેલા ઘરે ી ચાલ્યા ગયેલા પુત્ર ઇમ્તિયાઝ ઉ.37 નો મૃતદેહ સેતુબંધ ડેમ માં થી મળી આવતા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
ઇમ્તિયાઝ બે દિવસ પહેલા ઘરેથી ચાલ્યો ગયો હતો.સગા સંબંધીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા.દરમિયાન સવારે ઇમ્તિયાઝે ગોંડલ નાં સેતુબંધ ડેમ માં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું.આ વેળા ડેમ પર હાજર એક વ્યક્તિએ તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી.પણ તરવૈયાઓ ડેમ પર પંહોચે તે પહેલા ઇમ્તિયાઝ ઉંડા પાણીમાં ડુબી ગયો હતો. તે પિતાને શાકભાજી નાં વ્યવસાયમાં મદદરૂૂપ થતો હતો. ઇમ્તિયાઝનાં લગ્ન થયા હતા.પણ થોડા સમય માં છુટાછેડા થયા હતાં. પરીવારમાં વૃધ્ધ પિતા તથા યુવાન પુત્રનાં મોત નિપજતા કલ્પાંત સર્જાયો હતો. બનાવનાં પગલે મેમણ સમાજનાં પ્રમુખ ઇરદીશ ભાઇ શેખા, ફતેમહમંદ નુરસુમાર નગરસેવક આસીફભાઈ જકરીયા સહિત હોસ્પિટલ દોડી ગયા હતા. ભારે હૈયે પિતા પુત્ર ની દફનવીધી કરી હતી.