ચોટીલાની ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન શીલ કરાયું
યાત્રાધામ ચોટીલામા પોલીસ સ્ટેશન સામે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે પ્રાત અધિકારીએ આકસ્મિક તપાસ કરતા સોનાગ્રાફી મશીન સાથે અનેક પ્રકારની ક્ષતીઓ જોવા મળતા મશીન સીલ મારી તપાસ હાથ ધરતા ચકચાર મચી ગયેલ છે. પ્રાત કચેરી દ્વારા જણાવાયેલ હકીકત મુજબ કોઈ પણ હોસ્પિટલ સ્ત્રી ભુણ હત્યા તરફ દોરી જતી પૂર્વ ગર્ભાવસ્થા અને પૂર્વ પ્રસુતિ પહેલાના લિંગ નિર્ધારની સમસ્યાની તીવ્રતા ને ધ્યાનમાં રાખી એપ્રોપ્રિયેટ ઓથોરિટી તરીખે ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ ના તા. 02/09/2011 ના નોટિફિકેશન થી ચોટીલા તાલુકા ની હોસ્પિટલોમાં આવું ન બનવા માટે અને નિયમોનુસાર હોસ્પિટલ ચાલે તે માટે નાયબ કલેક્ટરને નિયુક્ત કરવામાં આવેલ છે.
જે સત્તાની રૂૂએ પ્રાત અધિકારી એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે પોલીસ સ્ટેશન સામે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલની આકસ્મિક તપાસણી હાથ ધરેલ હતી. તપાસમાં સોનોગ્રાફી કરવામાં આવે છે એમાં સહી અને રજિસ્ટ્રેશન નંબર વાળું દર્શાવવામાં આવેલ નથી, ફોર્મ એફ નિયત નમૂનામાં નિભાવમાં આવલ નથી, હોસ્પિટલમા ઈઈઝટ કેમેરા જ લગાવ્યાં નથી. ડો. ગૌતમ ગવાણીયા ગાયનોલિસ્ટ હોસ્પિટલ માં આવી સોનોગ્રાફી કરતા હોય તે અંગેના કોઈ પુરાવાઓ નથી તેમજ રહેણાકના હેતુ વાળા મકાનનો કોમર્શિયલ હેતુમા ઉપયોગ થતો હોવાનું સામે આવેલ હતું , એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલ છે, ક્યાં ડોક્ટર એ નિદાન કરેલ છે.
એ અંગેની વિગતો દર્શાવેલ નથી તેમજ દર્દી ને કોઈ ડોક્ટર દ્વારા મોકલવામાં આવનાર હોય તેના કોઈ આધારો રજૂ કરેલ ન હતા તેમજ ગંભીર કહીં શકાય તેવી અનેક ક્ષતિઓ ધ્યાનમાં આવતા સોનોગ્રાફી મશીન સીલ માર ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા તબીબ આલમમાં ચકચાર સાથે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાત અધિકારીની તપાસણી દરમ્યાન સોનોગ્રાફી વિભાગમાં અનેક ક્ષતિઓ ધ્યાને આવેલ હતી જેમા ફોર્મ બી માં રિન્યુબલ અંગેની કોઈ વિગતો દર્શાવેલ નથી, સોનોગ્રાફી મશીન ઉપર કોઈ કોલિફાઈડ ઓપરેટર નોહતા, દર્દી ની તમામ વિગતો ફોર્મ એફ ફોર્મ મા દર્શાવેલ નથી, તેમજ ડોક્ટર ની સહી નથી, સોનોગ્રાફી મશીન રૂૂમ સેપ્રેટ રાખવાનું હોય છે તેમ છતાં મશીન રાખવામાં આવેલ એ રૂૂમ માં એક દરવાજો જોવા મળેલ હતો જે સીધો ઓપરેશન રૂૂમ માં જતો હતો જેનાથી ભૂર્ણ હત્યા ના કેસ થવાનું પૂરતું કારણ જણાયું છે.