For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પત્ની મારફત 96 વર્ષના પિતા સામે કેસ કરાવનાર પુત્રને ઘર ખાલી કરવા આદેશ

03:56 PM Dec 11, 2023 IST | Sejal barot
પત્ની મારફત 96 વર્ષના પિતા સામે કેસ કરાવનાર પુત્રને ઘર ખાલી કરવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે ઘરેલુ હિંસા કાયદાના દુરુપયોગનો મોટો મામલો પકડ્યો છે. ઘર ખાલી ન કરવા માટે અમદાવાદમાં એક વ્યક્તિએ તેની પત્ની પાસે 96 વર્ષીય પિતા વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો. પુત્ર અને પુત્રવધૂની આ હરકતના કારણે વૃદ્ધને કોર્ટના ચક્કર કાપવા પડ્યા હતા હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે વૃદ્ધ માતા-પિતાના ઘરમાંથી દીકરો બહાર નીકળી જાય. અમદાવાદના મણિપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ તેમના પુત્રના ગેરવર્તણૂકથી નારાજ થઈને મે 2019માં સિનિયર સિટીઝન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. નવેમ્બર 2019 માં વૃદ્ધ દંપતીના કિસ્સામાં, ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે પુત્રએ ઘર ખાલી કરવું જોઈએ. જે સામે પુત્રવધૂએ પિતા સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જેમાં પુત્રવધૂએ દાવો કર્યો હતો કે તેને ઘરમાં રહેવાનો અધિકાર મળવો જોઈએ. જ્યારે આ મામલો પ્રથમ મેટ્રોપોલિટન કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે આદેશ આપ્યો કે પુત્રવધૂને ઘરની બહાર કાઢી ન શકાય. આ સાથે પુત્રવધૂએ પણ ટ્રિબ્યુનલના નિર્ણયને પડકાર્યો હતો. જેમાં પતિને ઘર ખાલી કરવા જણાવાયું હતું. પુત્ર અને પુત્રવધૂ દ્વારા એકસાથે હેરાનગતિ કર્યા બાદ વદ્ધ હાઈકોર્ટમાં ફરી અપીલ કરી અને કહ્યું કે ટ્રિબ્યુનલના નિર્ણયનો અમલ ન થાય તે માટે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અપીલમાં પિતાએ તે ત્રણ એફઆઈઆરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેણે તેના પુત્ર પર મારપીટ અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં પુત્રવધૂએ અરજી કરી છે કે જેથી તેને સાસરીનું ઘર ખાલી ન કરવું પડે. મતલબ કે ઘરેલું હિંસા વિરોધી કાયદાનો દુરુપયોગ થયો છે. કોર્ટે એમ પણ કહ્યું કે પિતા-પુત્ર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને પુત્ર પિતાને હેરાન કરતો હતો, પરંતુ પુત્રવધૂ ક્યારેય સસરાને બચાવવા આગળ ન આવી. હાઈકોર્ટે સિંગલ બેંચના આદેશ પર 22 જાન્યુઆરી 2024 સુધી સ્ટે આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં પુત્રને પિતાના ઘરેથી કાઢી મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement