ગોંડલના ગોમટામાં રિસામણે ગયેલી પત્નીને લેવા જતા જમાઇ પર સસરાનો હુમલો
ગોંડલના ગોમટા પાસે રહેતો યુવાન રિસામણે ગયેલી તેમની પત્નીને લેવા જતા સસરાએ મારી દીકરીને નથી મોકલવી કહી પાઇપ વડે માર મારતા ઘવાયેલો યુવાન અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ, ગોમટા ગામે રહેતો શનિ અશોકભાઈ સોલંકી નામનો 32 વર્ષનો દેવીપુજક યુવાન ગઈકાલે બપોરના સમયે ગોંડલમાં રહેતા તેમના સસરા કાળુભાઈ શામજીભાઈ ના ઘરે 15 દિવસથી રિસામણે ગયેલી પત્ની બેનાબેન ને લેવા ગયો હતો ત્યારે તેમના સસરા કાળુભાઈએ મારી દીકરીને નથી મોકલવી કહી પાઇપ વડે હુમલો કરતા શનિના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે ઘવાયેલી હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.
આ મામલે સિવિલ હોસ્પિટલ ચોકીને સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા કાર્યવાહી શરૂૂ કરી છે.સનીને સંતાનમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરી છે અને પોતે શાકભાજીનો વ્યવસાય કરે છે.
ભુપગઢ નજીક પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ભાડલાના ભંડારીયા ગામે રહેતી યુવતીએ ભૂપગઢ પાસે આવેલા મંદિર નજીક ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે.વધુ વિગતો મુજબ,ભંડારીયા ગામે રહેતી જાનકી રાજેશભાઈ બામણીયા(ઉ.25)એ ભૂપગઢ નજીક સુરધન દાદાના મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જાનકીના લગ્નને સંતાનમાં એક દિકરો અને લગ્નને છ વર્ષ થયાં છે. જ્યારે બીજા બનાવમાં જસદણમાં રહેતા અનિલ કલુભાઈ જખાણીયા(ઉ.21)એ ગોખલાણાં ગામ ચોકડી પાસે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે.આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.