ધોરાજીના વેગડી નજીક વીજશોક લાગતા પિતાની નજર સામે પુત્રનું મોત
રાજકોટ જિલ્લા ધોરાજીનાં વેગડી ગામ નજીક આવેલ ભાદર નદીમાં નાવ લઈને જતાં પિતાની સામે પુત્રની પીજીવીસીએલનાં તારનો કરંટ લાગતા મોત નિપજ્યું હતુ.
ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ વેગડી ગામ નજીક આવેલ ભાદર નદીનો પુલ આવેલ છે ભાદર નદીમાં માછલી ઓ પકડવાનું કામ કરી ફેંકુ ભાઈ ટીલો સાહની નામનો પરપ્રાંતિય વ્યક્તિ અને તેનો પુત્ર વિશાલ ભાઈ ફેંકુ જેમની ઉંમર અંદાજે 18 હુડકી (નાવ) લઈને પરત ફરી રહ્યા હોય અને વેગડી પુલ ઓરંગતી વખતે નદી ઉપર પી જી વી સી એલ નો તાર કોઈ કારણોસર પુત્ર વિશાલને ભારે કરંટ લાગતા વિશાલ ભાઈ સાહની નદીમાં પડી ગયેલ પોતાનાની નજરની સામે પુત્ર નદીમાં કરંટ લાગતા નદીમાં પડી ગયેલ અને પુત્રને નદી માંથી કાઢવા માટેનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી નહીં અને આ ઘટનાની જાણ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ અને પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર નાં કર્મચારીઓ અને નાવ (હુડકા) માલીક અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને નદી માંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો અને પી એમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો અને આ ઘટનાની સાચી હકીકતની ધોરાજી પોલીસ તંત્ર યોગ્ય તપાસ કર્યા બાદ સાચી હકીકતની ખબર પડશે.