હળવદના નવા દેવળિયા ગામમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પાડતા પુત્રનો આપઘાત
વ્યસન માત્ર દારૂ, પાન-મસાલા કે ગુટખા કે સીગારેટનું જોખમી નથી હોતું પરંતુ કોઇપણ વસ્તુ જે આપણા માટે હાનિકારક બની શકે તેનું વ્યસન જોખમી છે. આવુ જ એક વ્યસન એટલે કે લત યુવક માટે જીવલેણ બની છે. ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન ગેમીંગ એક યુવાનો માટે આકર્ષણનું મોટુ કેન્દ્ર બની ગયું છે ત્યારે હળવદ તાલુકાના નવા દેવળિયા ગામેં રહેતા યુવાનને પિતા એ મોબાઈલમાં પબજી ગેમ રમવાની ના પાડતા યુવાને ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો પણ નાસમજમાં ક્યારેક બાળકને વિપરીત અસર કરી જાય તેવો હળવદના નવા દેવળીયા ગામનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ગામમાં રહેતા જયેશકુમાર અર્જુનભાઈ નાયક (ઉ.વ.23) મોબાઈલમાં પબજી ગેમ રમતો હોય અને ખેતી કામ કરતીના હોય જે બાબતે તેના પિતા અર્જુનભાઈએ જમતી વખતે ઠપકો આપ્યો હતો. પિતાએ ઠપકો આપ્યો હોય પુત્ર જયેશકુમારને લાગી આવતા ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.