રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર

12:01 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુ હોય સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યે પ્રાત: આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

Advertisement

મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ.મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આવનારી મહાશિવરાત્રી પર તા 08 માર્ચ 2024 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂત ની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂૂપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે. આ પૂજા ગત મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 250 પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવી હતી. જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી. જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને લઈ વધુ ભવ્યતા સાથે એક સ્તર ઉપર જઈને આ વર્ષે હજારો ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે તા.08/03/2024 ના રોજ સવારે 08:00 થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે. આ પૂજા નોંધવા માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ઐતિહાસિક મહાત્મ્યને સંગીતમય શૈલીમાં શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરતી જયતું સોમનાથ સંગીત નાટીકા સુપ્રસિદ્ધ ગાયક હેમંત જોષી અને 100 થી વધુ કલાકારો દ્વારા ભોળાનાથના ભજન અને સંગીત આરાધના સાથે પ્રસ્તુત કરવામાં આવશે. મહાશિવરાત્રીના પર્વ પર સાંજે 6:30 વાગ્યે આ નાટિકા પ્રારંભ થશે રાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ ધરાવનાર સંગીતકાર અને ગાયક હેમંત જોશી દ્વારા પોતાના 100 થી વધુ કલાકારોના સમૂહ સાથે તૈયાર કરાયેલ જયતું સોમનાથ સંગીત નાટિકા સૌપ્રથમ વખત સોમનાથમાં ભજવવામાં આવશે. સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે હજારો યાત્રીઓ આ નાટિકા નિ:શુલ્ક જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

ચોપાટી ગ્રાઉન્ડ નજીક ભંડાર્રો

મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે.

સ્વચ્છતાને લઈને ટીમો તૈનાત
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રીના પરોપર એક પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખી છે. વિશેષ રૂૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારનાર હોય ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અને અગ્રીમ મહત્વ આપી રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કર્યું છે.

Tags :
gujaratgujarat newsMahashivratriSomnath temple
Advertisement
Next Article
Advertisement