વેરાવળના અમુક વિસ્તારો હજુ પાણીમાં!
સ્થાનિક તંત્ર સામે લોકોમાં રોષ
વેરાવળ શહેરના હાર્દ સમા વિસ્તારો હજુ પાણીમાં ગોઠણ બુડ. અનેક લોકોના ઘરોમાં અઠવાડીયાથી પાણી ભરાયેલા છે. અને શેરીઓ નદીઓની જેમ પાણીથી ભરી છે. એક અઠવાડિયાથી લોકો સમસ્યાથી પીડાય છે. ન તો તંત્ર મદદે આવ્યું કે ન તો મત માગનારા આગેવાનોના ટોળામાંથી કોઈ દેખાયું. સ્થાનિકોનો તંત્ર પર અને રાજકીય લોકો પર ભારે આક્રોશ કરી રહ્યા છે.
વેરાવળના હાર્દ સમા વિસ્તાર ગોલારાણા ચોકડી નજીક આવેલ આનંદનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્થાનિકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં વૃદ્ધો અને બાળકો તો પાણીમાં કેદ થયા હોય તેવી સ્થિતિ છે. ઘરમાં પાણી શેરીઓમાં પાણી અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી હવે આ પાણી કુદરતી તડકા થી સુકાઈ તેની રહીશો રાહ જોઈ રહ્યા છે. અનેક પરિવારોની કરુણતા તો એ છે ઘરોમાં પાણી ઘુસ્યા. તેમની સાથે ટોયલેટ બાથરૂમમાં પણ પાણી એક અઠવાડિયાથી ભરેલા છે. જેના લઈને લોકોએ ભારે સમસ્યા ભોગવવી પડે છે લોકો એક અઠવાડિયાથી તો પાણીનો સામનો કરી જ રહ્યા છે અને પાણીનો કોઈ યોગ્ય નિકાલ કાયમી ધોરણે ન હોવાથી સ્થાનિકો કહે છે કે આનો એક જ ઉકેલ છે. કુદરતી તડકો પડશે અને પાણી સુકાઈ જશે. જેને દસ દિવસ પણ થાય અને 15 દિવસ પણ થાય આમ તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકો પાણીમાં કેદ થયા છે.
આ અંગે પ્રભુદાસભાઇ મુરબીયા, અમીતાબેન વાઘેલા, ભરતભાઇ મહેતા, દીપાબહેન સહિતના સ્થાનિક લોકો કહે છે કે આ સમસ્યા અમારે વર્ષોથી છે. અહીં ગટરનું પાણી જતું જ નથી. જેને કારણે આ સમસ્યા વર્ષોથી અમે વેઠી રહ્યા છીએ. આ બાબતે નગરપાલિકામાં અનેક વખત અમે લેખીત મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ ત્યાં કોઈ અમારું સાંભળનાર જ નથી. તો ચૂંટણી સમયે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો મત માગવા ટોળાઓ લઈને અહીં આવે છે. પરંતુ એ પૈકીના કોઈ હાલ દેખાતા નથી આ વિસ્તારમાં. ત્યારે નાના બાળકોને શાળાએ જવાનું વડીલોને ઘર બહાર ન નીકળવાનું કારણ કે આસપાસની શેરીઓમાં પણ હાલ વરસાદ રોકાયો છે પણ પાણી જતું નથી વહીવટી તંત્ર દ્વારા આ આનંદ નગર વિસ્તારની સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.