For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ રોડની સોલબી હેલ્થ હોસ્પિટલ ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા પકડાઈ

03:39 PM Sep 05, 2024 IST | admin
કાલાવડ રોડની સોલબી હેલ્થ હોસ્પિટલ ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા પકડાઈ

મનપા દ્વારા રૂા. 10 હજારનો દંડ કરી નોટિસ અપાઈ

Advertisement

રાજકોટ શહેરમાં આરોગ્યના રક્ષકો જ આરોગ્યસામે ખતરો બની રહ્યા હોય તેવીઘટનાઓ વધવા પામી છે. લોકોને રોગમાંથી મુક્તિ અપાવી ફરી વખત રોગચાળાને આમંત્રણ આપવા માટે મામુલી પૈસા બચાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોવાનું હોસ્પિટલો દ્વારા કૃત્ય થયાનું ફરી એક વખત બહાર આવ્યું છે. હોસ્પિટલમાં કાલાવડ રોડ ઉપર નાલંદા સોસાયટીમાં આવેલ સોલબી હેલ્થ હોસ્પિટલ દ્વારા ખતરા રૂપ બાયોમેડીકલ રૂપ ટીપરવાનમાં ઠલવતા મનપાએ રંગેહાથ પકડી રૂા. 10 હજારનો દંડ કરી નોટીસ પાઠવવામાં આવી હતી.

કાલાવડ રોડ, નાલંદા સોસાયટીમાં આવેલ સોલબી હેલ્થ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. તા.04-09-2024ના રોજ સોલબી હેલ્થ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.8ના સેનીટરી ઇન્સ્પેકટરશ્રી નિલેશ ડાબી દ્વારા કરવામાં આવેલ.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી ડિસ્ટ્રોમેડ બાયો ક્લિન પ્રા.લીમીટેડ મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement