સોમનાથમાં ડિમોલિશન બાદ ઉશ્કેરણીજનક પોસ્ટ વાઇરલ કરનારને SOGએ દબોચ્યો
ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે સોશ્યલ મિડીયામાં ઉશ્કેરણી જનક કોમેન્ટ કરનાર શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
સોમનાથ મંદિર નજીકના ડીમોલીશન બાદ સોશ્યલ મીડીયા ઉપર બે કોમ વચ્ચે વૈમન્સ ફેલાય અને ધાર્મિક લાગણી દુભાય તેવી ઉશ્કેરણી જનક લખાણ વાળી પોસ્ટ/કોમેન્ટ કરી જુદા જુદા સોશ્યલ મિડીયા ઉપર વાયરલ કરતા શખ્સો વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી આવા શખ્સોને પકડી પાડવા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા સુચના આપતા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા, ગોવિંદભાઇ રાઠોડ, પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા, પો.કોન્સ. રણજીતસિંહ ચાવડા, કૈલાશસિંહ બારડ, મહાવિરસિંહ જાડેજા સહીતનો સ્ટાફ સતત સોશ્યલ મિડીયા ઉપર વોચ રાખી રહેલ તે દરમ્યાન હરી ઉર્ફે ભાવસિંહ નરસીંગભાઇ પરમાર, ઉંવ.38 રહે.સોનારીયા તા.વેરાવળ નામના વ્યકિતએ સોશ્યલ મિડીયા ઉપર ઉશ્કેરણી જનક કોમેન્ટ કરેલ જેને એસ.ઓ.જી. ગીરસોમનાથ દ્વારા ઝડપી લઇ ડીટેઇન કરી ધોરણસર કાર્યવાહી કરવા સારૂૂ પ્રભાસ પાટણ પોલીસને સોપી આપેલ છે.