સમાજ આપણને એક નહીં થવા દે... મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાત
ઘરેથી નીકળી જઇ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું
મૂળી તાલુકામાં અવારનવાર આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મૂળ રાણીપાટ ગામના અને હાલ રાયસંગપર ગામે રહેતા ટીડાભાઇ ગગજીભાઇ બારૈયાની 19 વર્ષીય પુત્રી નિતાબેનને થાનનાં વરમાધાર ગામનાં ખેતમજૂરી કરતા 33 વર્ષીય વિનોદકુમાર ધીરૂૂભાઇ ગાંગડિયા સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબધ બંધાયો હતો. બન્ને જણા અવારનવાર એકબીજાને મળતા પણ હતા.
આ અંગે યુવતીનાં પરિવારજનોને ખબર પણ પરંતુ યુવક વિનોદની ઉંમર નિતાબેન કરતા વધુ હોવાથી પરિવારજનો દ્વારા સબંધ ન રાખવા જણાવ્યું હતું અને લગ્ન પણ નહીં કરાવે તેમ જણાવ્યું હતુંજેથી નિતાએ કોઇપણને જાણ કર્યા વગર પોતાના ઘરેથી નિકળી ગઈ હતી. અને બાદમાં દેવપરા પાસે બન્ને એક નહીં થઈ શકે તેમ કહી યુવક-યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું હતું. આ મૃતદેહ જોતા તેમને તાત્કાલિક સ્થાનિક સરપંચને જાણ કરાતા તેમને પોલીસને જાણ કરાતા રવિરાજસિંજ સહિતનાંએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબ્જો લઈ તપાસ આરંભી પોલીસે બન્ને મૃતકનાં વાલીને બોલાવ્યા હતા.