ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોશિયલ મીડિયાએ ઘોર ખોદી, ૧૩ વર્ષની સગીરાને ૧૬ વર્ષના કિશોરે સગર્ભા બનાવી

05:08 PM Oct 19, 2024 IST | admin
Advertisement

સુરતના ગડોદર વિસ્તારની ચોંકાવનારી ઘટના

Advertisement

સુરત શહેરમાં ગોડાદરા અને -મેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ બનાવમાં સગીરા પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ છે. ગોડાદરામાં સોશ્યિલ મીડિયા પર બનેલા મિત્રએ ૧૩ વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી દીધાનો બનાવ બન્યો છે.ગોડાદરા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની સગીરાનો સોશ્યિલ મીડિયાના માધ્યમથી રાંદેર રામનગર બોમ્બે કોલોનીમાં રહેતા ૧૬ વર્ષના સગીર સાથે પરિચય થયો હતો. બાદમાં અનેએ મોબાઇલ નંબર એક બીજાને આપતા તેમની વચ્ચે વાતચીત શરૂ ચઇ હતી અને પ્રેમ પાંગર્યો હતો. અને એક બીજાને મળવા લાગ્યા હતા. દરમિયાનમાં તા.૯-૫- ૨૦૨૪ના રોજ સ્મિતનો જન્મ દિવસ હોવાથી તેણે સગીરાને જન્મ દિવસની ઉજવણી માટે પોતાના ઘરે બોલાવી હતા. જ્યાં તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યાર બાદ પોતાના ઘરે કોઈ ન હોય ત્યારે પાંચથી છ વખત સગીરાને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દુષ્કર્મના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેણીને પેટમાં દુઃખાવો થતા માતાને જાણ કરી હતી. માતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઈ ત્યારે તેને ૨૦ દિવસનો ગર્ભ હોવાનું માલુમ પડયું હતું. બનાવ અંગે સગીરાની માતાએ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

બીજી એક ઘટનામાં ઉનમાં ૨૨ વર્ષના હુઝેફા આમીર શેખની ઉનની ૧૫ વર્ષની સગીરા પર દાનત બગડી હતી. તે સગીરા પર વોચ રાખતો હતો. ત્રણેક મહિના પહેલા સગીરેને વાતમાં ભોળવીને હુઝેફા અલ રીઝવાન દુકાન પર લઇ ગયો હતો. ત્યાં તેણીના ન્યુડ ફોટો પાડી લીધા હતા. બાદમાં આ ફોટો માતા- પિતાને બતાવી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

Tags :
13-year-old girl13-year-old girl got pregnant16-year-old boygujaratgujarat newssurat
Advertisement
Next Article
Advertisement