ભાણવડમાં ખેતર, વાડીમાં પાથરેલી ફિશિંગ નેટમાં ફસાયેલા સાપોને રેસ્ક્યૂઅર દ્વારા અપાયું નવજીવન
11:22 AM Oct 18, 2024 IST
|
admin
Advertisement
3 મહિનામાં 41 સર્પ બચાવાયા
Advertisement
ભાણવડ પંથકમાં છેલ્લા આશરે દોઢ દાયકાથી સરીસૃપ બચાવ કાર્ય સાથે સંકળાયેલા રેસ્ક્યુઅરો દ્વારા તાલુકાના ગામોમાં જ્યારે સાપ, અજગર, મગર જેવા સરીસૃપ જોવા મળે, ત્યારે સ્થળ પરથી વિનામૂલ્યે બચાવ કાર્ય કરી અને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવાની અબોલ જીવ બચાવની સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
ત્યારે છેલ્લા ત્રણેક માસમાં 41 જેટલા સાપ જે ખેતર કે વાડીમાં પાથરેલી ફિશીંગ નેટમાં ફસાયા હોવાથી એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ અને અન્ય સભ્યો દ્વારા આ સાપોને સફળતાપૂર્વક ફિશીંગ નેટમાંથી બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપી, પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી નવજીવન અપાયું હતું.
આ સાથે આ પ્રકારની ફિશીંગ નેટના બદલે અન્ય વિકલ્પો અપનાવવા ખેડૂતોને અપીલ પણ કરાઈ હતી, જેથી આવા જીવોને તેઓના જીવ ગુમાવવાનો વારો ન આવે.
Next Article
Advertisement