મેંદરડા પંથકમાં સૂકા ચારાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી
લીલવા અને પાટરા ગામમાંથી 3766 બોટલ સહિત રૂા. 15.26 લાખનો મુદ્દામાલ જપ્ત
મેંદરડા તાલુકાના લીલવા તથા પાટરામા ગામના સીમાડેથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂ તથા બિયર ટીન સહિત કુલ નંગ-3766 કિ.રૂૂ.3,76,600.તથા અન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂૂ. 15,26,600.ના મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે કાર્યવાહી કરતા મેંદરડા પંથકના દારૂૂના બુટલેગરોમાં કપડાટ ફેલાઈ જવા પામ્યો છે.
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં વિદેશી દારૂૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઈરામોને દબોચી લઈ ગેરકાયદેસર પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય. જે અન્વયે કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઇ જે.જે.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના સ્ટાફને સયુંકતમાં બાતમી મળેલ કે, વંથલી તાલુકાના સોનારડી ગામનો અનવર આમદ પલેજા તથા મેંદરડા તાલુકાના લીલવા ગામનો ઈલ્યાસ શરીફ સાંધ એમ બંને ભાગીદારીમાં ગેરકાયદેસર રીતે બહા2ના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત દેશી બનાવટના વિદેશી દારૂૂની મોટા પાયે હેરાફેરી કરે છે અને તેઓની આ પ્રવ્રુતી સતત ચાલુ છે અને આ બંને ઈસમોએ બહારના રાજ્યમાંથી દેશી બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો મંગાવી મેંદરડા તાલુકાના લીલવા તથા પાટરામા ગામના સીમાડે કટીંગ કરવાના છે.
જે બાતમીના આધારે મેંદરડા તાલુકાના લીલવા, પાટરામા ગામના સીમાડે બાતમી વાળી જગ્યાએ જતા એક વાહનમાંથી બીજા વાહનમાં હેરાફેરી કરતા હોવાનું જણાય આવતા રેઈડ કરતા આ ઇસમો પોલીસ સ્ટાફ જોઈ વાહનો મુકીને નાશી છુટેલ. જે વાહનો જોતા ટાટા 407 તથા ટ્રેક્ટર તથા એક બુલેટ મળી આવેલ. તેમજ ટ્રેઈલરમાં નીચે સુકો ભુકો (ચારો) તથા પુઠાની પેટીઓ તથા બિય-2ના છુટા ટીન તેમજ ટાટા 407માં ના ઠાઠામાં પણ સુકો ભુકો (ચારો) તથા સફેદ કલરના બાચકાઓ તથા પુઠાની પેટીઓ જોવામાં આવેલ. આ પુઠાની પેટીઓમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂૂની બોટલો તથા બિયરના ટીન હોવાનું જણાય આવતા તમામ મુદામાલ કબ્જે કરી મેંદરડા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ.