For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારે સીલ કરેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં તસ્કરો ત્રાટકયા

04:27 PM Sep 10, 2024 IST | Bhumika
સરકારે સીલ કરેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં તસ્કરો ત્રાટકયા
Advertisement

અમદાવાદની પાર્ટીએ કંપની ખરીદવા રસ દાખવતા કલેકટરના હુકમથી કંપનીનું સીલ ખોલતા ચોરી થયાનું જાણવા મળ્યું

આજી જીઆઈડીસીમાં આવેલી અમુલ ઈન્ડસ્ટ્રીઝના કામદારોએ વેતનના નાણા ચુકવવા મામલે નવ મહિલા પહેલા કંપનીના ડાયરેકટરોને મિલકત જપ્ત કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ આપ્યા બાદ પણ કંપનીના ડિરેકટરોએ કોઈ કાર્યવાહી ન કરતાં તેમજ નોટિસ અંગે કોઈ ઉત્તર નહીં આપતાં કલેકટરની સુચના હેઠળ મામલતદાર અને તેમની ટીમ દ્વારા અમુલ ઈન્ડસ્ટ્રીઝને સીલ મારવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સીલ કરવામાં આવેલી અમુલ ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા માટે અમદાવાદની કંપનીએ રસ દાખવતાં દસેક દિવસ પહેલા કલેકટરના હુકમથી કંપનીનું સીલ ખોલી અને અમદાવાદની પાર્ટીને કંપની બતાવતાં જાણ થઈ હતી કે કંપનીની ઓફિસમાંથી અલગ અલગ કંપનીના છ સીપીયુ, લેપટોપ, ગેઝ મશીન સહિત રૂા.21000ની ચોરી થઈ છે. આ મામલે મામલતદારે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

Advertisement

રાજકોટ શહેર પૂર્વ મામલતદાર તરીકે ફરજ બજાવતાં શૈલેષકુમાર જેઠાભાઈ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું કે, પોતે દસેક મહિનાથી પૂર્વ મામલતદાર તરીકે ફરજ બજાવે છે તેઓએ આજી જીઆઈડીસીમાં આવેલી અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના કામદારોના વેતન પ્રશ્ર્ને નાણાં ચુકવવા મામલે કંપનીના ડીરેકટરોને મિલકત જપ્તીની નોટિસ આપી હતી. આ નોટિસ આપ્યા બાદ પણ અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના ડિરેકટરો અને જવાબદાર લોકોએ આ નોટિસ મામલે કોઈ જવાબ નહીં આપતાં કંપનીને સીલ મારવામાં આવ્યું હતું. ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી કરાઈ તે સમગ્ર કાર્યવાહીનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કંપનીને ચેક કરવા માટે હોમગાર્ડના બે માણસો પણ ત્યાં હાજર રહેતાં હતાં. ગત તા.31-8નાં રોજ અમદાવાદની સુંદરમ ફાસ્ટ નેર્સ લી.કંપની આ અમુલ ઈન્ડસ્ટ્રીઝ કંપની ખરીદવા માટે રસ દાખવ્યો હતો. જેથી રાજકોટમાં ભારે વરસાદના કારણે પ્રોપર્ટીમાં ભારે નુકસાન થયું હોય કે કેમ ? તેની ચકાસણી માટે સુંદરમ્ કંપનીએ કોર્ટ પાસે પરમીશન માંગતા નામદાર કોર્ટે બે દિવસ માટે જવાબદાર અધિકારીઓ સાથે અમુલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના સીલ ખોલી સુંદરમ્ કંપનીને બતાવવા હુકમ કર્યો હતો.

ત્યારબાદ આ હુકમને ધ્યાને રાખી અમુલ ઈન્ડસ્ટ્રીઝ કંપની બતાવવા માટે એસબીઆઈ બેંકના પ્રતિનિધિ તેમજ કલેકટર કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતાં જ્યાં કંપનીમાં એકાદ ફુટ પાણી ભરેલું હોય તે પાણી કઢાવી અમદાવાદની પાર્ટીને અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી તમામ ઓફિસો બતાવી રહ્યાં હતાં ત્યારે એક ઓફિસમાં આવેલો કાચનો દરવાજો તુટેલી હાલતમાં હતો અને તેમાંથી સીપીયુ સહિતનો સામાન ચોરી થયાનું જાણવા મળતાં પોલીસમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement