પાટડીમાં શિક્ષકના મકાનમાં તસ્કરો ત્રાટક્યા: દાગીના-રોકડ સહિત લાખોની મતાની ચોરી
પાટડી તાલુકાના મેરા ગામે એક શિક્ષકના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત લાખોની મત્તા ચોરાઈ હતી. રામગ્રી ગામે દંપતી અમદાવાદ ગયુ અને તસ્કરો રૂૂ. 1.86 લાખની મત્તા ચોરી કરી લઈ ગયાની ઘટના હજી તાજી છે.
આ ચોરીના બનાવમાં પાટડી તાલુકાના મેરા ગામના અને ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મલેક મુજાહીદખાન સમતુભાના બંધ મકાનમાં તસ્કરોની ગેંગે રાત્રીના અંધારામાં મકાનનો નકુચો અને તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી રોકડા રૂૂ. 1.50 લાખ, સાડા ચાર તોલાનો સોનાનો ચેન, દોઢ તોલાની સોનાની ચેન, સોનાની બે વીંટી, પગના ચાંદીના છડા, હાથના ચાંદીના પાટલા અને અન્ય સામાન મળી લાખોની મતાની ચોરી કરી અંધારામાં પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ચોરી કેસમાં તસ્કરો ગ્રાઈન્ડરથી મકાનના દરવાજાનો નકુચો અને તાળું તોડી બનાવના સ્થળેથી 250 મીટર દૂર મેદાનમાંથી મળી આવ્યો હતો. જેમાં આ શિક્ષકે પોતાની જૂની ગાડી એક ભાઈને વેચતા એના રોકડા રૂૂ. 1.50 લાખ આવ્યા હતા.
પાટડી તાલુકાના મેરા ગામે છેલ્લા એક દોઢ મહિનામાં છ જેટલા બોરમાંથી કેબલ ચોરાયાની ઘટના બની હતી. જે અંગે પોલીસ દ્વારા ફક્ત જાણવા જોગ અરજી લઈને કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી બ્લડ ડોનેશન કેમ્પ માટે મેરા ગામે આવેલા ધારાસભ્ય પી.કે.પરમારને ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.