રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.50 હજારની મત્તા ઉસેડી ગયા

12:03 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ શહેરનાં વિસ્તારો ઉપરાંત મુખ્ય બજારોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. લોકો પોલીસ ફરિયાદ કરવાનુ ટાળતા હોય નિશાચરો બેફામ બન્યા છે. ત્યારે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવવા વેપારી મહામંડળ દ્વારા પોલીસમાં રજુઆત કરાઇ છે.
બે દીવસ પહેલા મોડી રાત્રીના માંડવી ચોક પોલિસ ચોકીથી આશરે 500 મીટર સામે આવેલા વિક્ટરી ટોકિઝ પાસે કરિયાણાની તેજશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તાળુ તોડી સટર ઉચકી તેલના ડબ્બા, સુકોમેવો, કરિયાણું મળી આશરે 50,000થી વધુ ખુલેઆમ ચોરી થતા દુકાનદાર દ્વારા સવારે દુકાન ખોલતા ચોરી થયેલ જણાતા તેમણે વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, જયકારભાઇ ખજુરવાલા, નલીનભાઈ જડિયા, વગેરેને જાણ કરી પોલીસ ફરિયાદ કરી હતી. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે તપાસ હાથ ધરી તસ્કરોને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

છેલ્લા ઘના સમયથી નાની બજાર ,ચોરા શેરી, ચુનારા શેરી, માંડવી ચોક સામે જે ભગવાન અન્નક્ષેત્ર સહિત તાળા તોડી નાની મોટી ચીઝ વસ્તુઓની ચોરી થતી હોય વેપારી ફરિયાદ કરતા ના હોઈ તસ્કરો બેફામ બન્યા છે.
ત્યારે રાત્રી પેટ્રોલીન્ગ તેમજ પોલીસ બંદોબસ્ત રાખવો જરૂરી હોઈ તેવી વેપારીઓ માંગ કરી છે.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement