રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોઠારિયા રોડ પર મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : રૂા.ત્રણ લાખની ચોરી

04:29 PM Dec 16, 2023 IST | Bhumika
Advertisement

શિયાળાની જોરદાર ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે ત્યારે તસ્કરોની પણ મોસમ ખીલી હોય તેમ ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. કોઠારીયા રોડ પર સુતા હનુમાન મંદિર નજીક મોબાઈલની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂા.3 લાખની ચોરી કરી જતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. મધરાત્રે ત્રાટકેલા તસ્કરો શટરના તાળા તોડી દુકાનમાંથી અલગ અલગ કંપનીના 25 મોબાઈલ અને રૂા.60 હજારની રોકડ ઉઠાવી ગયા હતાં. દુકાનમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં બન્ને તસ્કરો કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા મેઈન રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતા અને સુતા હનુમાન મંદિર નજીક 50 ફુટ રોડ પર ચામુંડા મોબાઈલ નામની અર્જુન જયંતિભાઈ ખડેશ્ર્વર (ઉ.30) એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી ઘરે ગયા હતાં. બાદમાં આજે સવારે સાત વાગ્યે તેમની દુકાન પાસે આવેલી ચાની કેબીનવાળા લીંબાભાઈ ભરવાડનો ફોન આવેલો અને દુકાનનું શટર તુટેલું હોય ચોરી થયાની જાણ કરી હતી.

જેથી તેઓ દુકાને દોડી ગયા હતાં. તસ્કરો શટર ઉંચકાવી દુકાનનો માલ સામાન વેરવિખેર કરી શોકેશમાં રાખેલા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નં.25 કિ.રૂા.2,36,764 અને કાઉન્ટરના ડોઅરમાં રૂા.60 હજારની રોકડ ઉઠાવી ગયા હતાં.

તેઓએ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાડેલા હોય જેથી તેના ફુટેજ તપાસતા તેમાં રાત્રીનાં 2:57 વાગ્યે બે અજાણ્યા શખ્સો દુકાનમાં પ્રવેશી મોબાઈલ અને ડોઓરમાં રાખેલા રૂપિયા ઉઠાવી 3:04 મીનીટે જતાં હોવાનું નજરે પડે છે જેથી તસ્કરો માત્ર 7 મીનીટમાં જ દુકાનમાં પ્રવેશી ચોરી કરી જતાં રહ્યા હતાં.

આ અંગે ભક્તિનગર પોલીસમાં જાણ કરતાં પીઆઈ એમ.એમ.સરવૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયેલા બન્ને તસ્કરોની ભાડ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement