વીંછિયામાં ટીસીની ચોરી કરવા ગયેલા તસ્કરને વીજશોક લાગ્યો, બે સાગરીત રિક્ષા લઇ ભાગ્યા
ગ્રામજનોએ પીજીવીસીએલને જાણ કરી, ઘવાયેલો યુવાન સારવાર હેઠળ
વિંછીયા તાલુકાના મોઢુકા ગામે સીમ શાળા નજીક આવેલ પીજી વીસીએલના ચાલુ વીજ ટ્રાન્સફોર્મર પર ગત રાત્રીના સમયે એક અજાણ્યો વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે ચડી ગયો હતો અને અચાનક વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની ગ્રામજનોને જાણ થતા વિંછીયા પીજીવી સીએલને જાણ કરવામાં આવી હતી. જેથી વિંછીયા પીજી વીસીએલ તંત્રની ટીમ અને વિંછીયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત શખ્સને 108 ની મદદથી વિંછીયા સરકારી હોસ્પીટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં વિંછીયા ઙૠટઈકના ડેપ્યુટી એન્જીનીયરની ફરિયાદના આધારે ઈજાગ્રસ્ત થયેલો અજાણ્યો વ્યક્તિ વીજ ટ્રાન્સફોર્મર પર શા માટે ચડ્યો તે અંગે વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણ ચોર છકડો રીક્ષા લઈને ચોરી કરવા આવ્યા હતા અને એક ટીસી પર ચડ્યો, તેને શોક લાગતા બે ભાગી ગયા.
જ્યારે આ વીજશોક લાગવાની ઘટના બની ત્યારે બોટાદ જિલ્લાના કાનીયાડ ગામનો વિકુ ગુલાબભાઈ શેખલીયા અને અન્ય બે અજાણ્યા શખ્સો છકડો રીક્ષા લઈને ટીસીની ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. ત્યારે વિકુ નામનો શખ્સ ટીસીમાં ઉપર ચડ્યો હતો અને અન્ય બે શખ્સો નીચે ઉભા રહ્યા હતા. બાદમાં ચાલુ પાવરે ડીયો કાપવા જતા વિકુને વીજશોક લાગ્યો હતો અને નીચે પટકાતા બુમેબુમ કરવા લાગતા તેની સાથે આવેલા બે શખ્સો છકડો રીક્ષા લઈને નાસી ગયા હતા. બાદમાં ચોર બુમાબુમ કરવા લાગતા આજુબાજુના ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વિંછીયા પીજીવીસીએલ તંત્ર અને વિંછીયા પોલીસને જાણ કરી હતી. તે ચાલુ ટીસીમાં ડીયો કાપવા માટે ચડ્યો હતો અને વીજશોક લાગતા નીચે પટકાયો હતો.
ગૌરવભાઈ બોડા-ડેપ્યુટી એન્જીનીયર,વિંછીયા પીજીવીસીએલ અમે સ્થળ પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા વ્યક્તિને પૂછતાં તેણે પોતાનું નામ વિકુ ગુલાબભાઈ શેખલીયા અને પોતે બોટાદના કાનીયાડ ગામનો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેણે જણાવ્યું હતું કે અમે ત્રણ વ્યક્તિ છકડો રીક્ષા લઈને પીળો વાયર ચોરી કરવા માટે આવ્યા હતા. તેને અન્ય બે વ્યક્તિએ ઉપર ચડીને વાયર કાપી નાખવાનું કહેતા તે ઉપર ચડ્યો હતો અને વીજશોક લાગતા નીચે પટકાયો હતો. બાદમાં તે બુમાબુમ કરવા લાગતા તેની સાથે રહેલા બે વ્યક્તિ છકડો રીક્ષા લઈને ભાગી ગયા હતા. બાદમાં આજુબાજુના ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને અમને જાણ કરી હતી. તે ચાલુ ટીસીમાં ડીયો કાપવા માટે ચડ્યો હતો અને વીજશોક લાગતા નીચે પટકાયો હતો. તે વ્યક્તિ અમારી સમક્ષ એવું સ્વિકારતો હતો કે અમે પીળો સર્વિસ વાયરનો જથ્થો ચોરી કરવા માટે આવ્યા હતા. ખરેખર એ લોકો સર્વિસ વાયરનો જથ્થો ચોરી કરવા માટે નહી આવ્યા હોય કારણ કે તેની કોઈ ખાસ કિંમત હોતી નથી તે વાયરની કિંમત માત્ર 200 કે 300 રૂૂપિયા જ થાય. આમાં અમારો અંદાજ એવો છે કે તે દૂર-દૂરથી સર્વિસનો જથ્થો નહી પણ ટીસી ચોરી કરવા માટે જ આવ્યા હશે. આ બનાવ બાબતે અમે વિંછીયા પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ આપેલ છે.